Advertisement
Author: નોબત સમાચાર

બેડીબંદર રીંગ રોડ પર અજાણ્યું બાઈક યુવાનને ઠોકર મારી થઈ ગયું પલાયન

મોટર હાઉસ પાસે સ્કૂટરને મોટરની ટક્કરઃ

જામનગર તા.૨૫ ઃ જામનગરના બેડી બંદર રીંગ રોડ પર દસેક દિવસ પહેલા ચાલીને જતાં એક યુવાનને અજાણ્યું બાઈક ઠોકર મારી પલાયન થઈ ગયું હતું. માથા, ગળામાં ગંભીર ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારે રાત્રે ડબલસવારી સ્કૂટરને એક મોટરે ઠોકર મારતા સ્કૂટરચાલકનો પગ ભાંગી ગયો છે. પોલીસમાં બંને અકસ્માતની ફરિયાદ કરાઈ છે.

જામનગરના ધરારનગર-રમાં નવનાલા પાસે રહેતા શકીલ અનવરભાઈ કકલ નામના યુવાન ગઈ તા.૧૫ની રાત્રે પોતાના ઘરેથી ચાલીને ઢીંચડા રોડ પર આવેલી મહંમદશા દરગાહે દર્શનાર્થે ગયા હતા. ત્યારે બેડી રીંગરોડ પર મહાકાળી સર્કલ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલું એક અજાણ્યું બાઈક આ યુવાનને હડફેટે લઈ નાસી ગયું હતું.

રોડ પર પછડાયેલા શકીલને માથા તથા ગળામાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેના પિતા અનવરભાઈ સતારભાઈ કકલે અજાણ્યા બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના હાપા રોડ પર આવેલી મહારાજા સોસાયટીમાં રહેતા હનીફભાઈ રઉફભાઈ વસઈવાલા અને તેમના મિત્ર રવિવારે સાડા આઠેક વાગ્યે સત્યસાઈ સ્કૂલ નજીકથી જીજે-૧૦-ડીએમ ૮૬ નંબરના સ્કૂટરમાં જતાં હતા ત્યારે જીજે-૧૦-સીએન ૬૮૮૩ નંબરની મોટરના ચાલકે સ્કૂટરને હડફેટે લેતાં હનીફભાઈને ઢીંચણ પાસે ફ્રેક્ચર થઈ ગયું છે. તેઓએ મોટરના ચાલક સામે ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh