Advertisement
Author: નોબત સમાચાર

બાગાયતી ખેતી માટે સહાય મેળવવા ૩૧ મે સુધી કરી શકશે અરજી

જામનગર તા. રપઃ જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો વર્ર ર૦ર૩-ર૪ અંતર્ગત બાગાયત વિભાગ, જામનગર દ્વારા ચાલતી વિવિધ સહાય અને લાભો મેળવવા માટે આગામી તા. ૩૧-પ-ર૦ર૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય અને લાભો મેળવવા માંગતા તમામ ખડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧ર, ૮-અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશન કાર્ડ અને બેંક બચત ખાતાની નકલ સાથે જોડીને નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પહેલો માળ, સુભાષ પુલ પાસે, જામનગરમાં જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીના ફોન નં. ૦ર૮૮-રપ૭૧પ૮પ પર સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh