Advertisement
Author: નોબત સમાચાર

વિભાપરમાં કૂવામાં કોઈ રીતે ખાબકી ગયેલા યુવાનનું મૃત્યુઃ વારસની પોલીસ દ્વારા શોધખોળ

મૃતક જુનાગઢના વતની હોવાનું ખૂલ્યુંઃ ફાયરના જવાનોએ મૃતદેહ પોલીસને સોંપ્યોઃ

જામનગર તા.૨૫ ઃ જામનગરના ગુલાબનગર ૫ાછળના વિભાપર ગામમાં આવેલા એક ખેડૂતના ખેતર સ્થિત કૂવામાં ગઈકાલે જુનાગઢના યુવાન કોઈ રીતે ખાબકી ગયા હતા. તેઓનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યું છે. ફાયરના જવાનોએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યા પછી પોલીસે મૃતકના વારસની શોધ શરૃ કરી છે. આ યુવાન કઈ રીતે કૂવામાં પડ્યા? તેની ં તપાસ કરાઈ રહી છે.

જામનગરના ગુલાબનગર નજીકના વિભાપરમાં રહેતા અને ત્યાં જ ખેતર ધરાવતા જેસાભાઈ રણમલભાઈ કંડોરીયા નામના આસામીના ખેતરમાં આવેલા કૂવામાં ગઈકાલે બપોરે જૂનાગઢના વતની દેવરાજભાઈ બાબુભાઈ નામના પાંત્રીસેક વર્ષના યુવાન કોઈ રીતે ખાબકી ગયા હતા.

આ બનાવની ફાયરબ્રિગેડ તથા ્પોલીસને જાણ કરવામાં આવતા ફાયર તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો. ફાયરના જવાનોએ તે યુવાનને કૂવામાંથી બહાર કાઢી પોલીસને સોંપી આપતા બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એલ. ઓડેદરા ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.

મૃતકના જમણા હાથમાં અંગ્રેજીમાં 'ડીકે' શબ્દ તથા છાતીમાં જમણી બાજુ અંગ્રેજીમાં 'પી' અક્ષર ત્રોફાવેલો છે. કાળા રંગનું પેન્ટ તથા મરૃન રંગનો શર્ટ મૃતદેહ પર હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના વાલી-વારસની શોધ શરૃ કરી છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મો.૬૩૫૯૬ ૨૭૮૪૬નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh