Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢંગધડા વગરની વ્યવસ્થાના કારણે
જામનગર તા. ર૫ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં આ વર્ષને 'વર્લ્ડ મિલેટ યર' ઉજવવામાં આવી રહ્યું છે. મિલેટના ઉપયોગ, ફાયદા અંગે વ્યાપક જનજાગૃતિ સાથે તેના પ્રચાર-પ્રસારાર્થે ગુજરાતમાં પ્રદેશ ભાજપની સૂચના મુજબ દરેક જિલ્લા/શહેરમાં મિલેટ મહોત્સવ યોજાઈ રહ્યા છે.
તેમાં જામનગર જિલ્લા કિસાન મોરચા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કની સામે મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રવિવારે સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી માત્ર એક જ દિવસે અને માત્ર ચાર જ કલાક માટેના આયોજન માટે છ ગાળાનો મંડપ અને સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતાં. નવાઈની વાત એ હતી કે આ મહોત્સવ પ્રસંગે પત્રકારોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા, પણ પત્રકારોને આમજનતાને આપવા માટે રાખેલી પત્રિકા આપી દેવાઈ... અન્ય કોઈ વિગતો આપવાની કોઈને જવાબદારી સોંપાઈ ન હતી.!
ચાર વાગ્યાનો સમય હતો, પણ સાંજે પાંચ વાગ્યા સુધી એકાદ સ્ટોલમાં થોડા મિલેટના પડીકા નામના લેબલ સાથે ડીસપ્લેમાં ગોઠવાયા હતાં અને બાજુમાં મિલેટની વાનગીઓનું વેંચાણ કરવાની વ્યવસ્થા હતી. બાકીના સ્ટોલમાં કોઈ વસ્તુ ગોઠવાઈ ન હતી. એક સ્ટોલમાં ભારતમાતાની તસ્વીર અને ૧પ-ર૦ ખુરશીઓ રાખવામાં આવી હતી. જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો તેમજ ૧૦-૧પ કાર્યકર્તાઓએ ગળામાં ભાજપનો ખેસ પહેરી ભારત માતા કી જયના નારા લગાવી ફોટા પડાવ્યા... આ ફોટો સેશન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યું.
પાંચ વાગ્યે પત્રકારો ગયા પછી રાત્રે ૮ વાગ્યા સુધીમાં આ મહોત્સવમાં શું ગોઠવાયું, કેટલા લોકોએ મુલાકાત લીધી, તે અંગેની વિગતો સ્વપ્રશંસા અને ફોટા સાથે પ્રેસનોટ રૃપે મોકલવાની પ્રક્રિયા ભાજપની સ્ટાઈલ મુજબ કરાશે, પણ ખરેખર તો આવા મહત્ત્વના પ્રદર્શન-જનજાગૃતિના કાર્યક્રમ આટલો ખર્ચ કર્યા પછી માત્ર બે-ચાર કલાક માટે યોજાય અને તેમાં પણ છેલ્લી ઘડી સુધી સ્ટોલ ખાલી હોય, ત્યારે આ યોજનાનો અર્થ શું? માત્ર પ્રદેશ નેતાગીરી સમક્ષ ફોટા સાથે કાર્યક્રમ યોજાયો છે તે દર્શાવવા માટે જ?
મિલેટ યરની વ્યવસ્થિત ઉજવણી થાય તે જરૃરી છે. ત્યારે જો આગામી દિવસોમાં આવું કોઈ આયોજન કરવાનો વિચાર આવે ત્યારે આયોજન સુચારૃ અને હેતુસિદ્ધ સાથે થાય તે જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag