Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેશવ સંદિપભાઈ ખેતિયા નામના આઈઆઈટીનાં વિદ્યાર્થીની આત્મહત્યાના મામલેઃ
ખંભાળીયાનો યુવાન જે ગાંધીનગરમાં સરકાર કાલેજમાં બી.એડનો અભ્યાસ કરતો હતો. તેણે આત્મહત્યા કરી લીધી હતી આ મુદ્દે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ સમાજનાં વિવિધ ઘટકો દ્વારા ગઈકાલે જીલ્લા કલેકટરને ઉદેશીને લખવામાં આવેલ આવેદન પત્ર પાઠવી આ બનાવની તપાસ કરવા અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી. ખંભાળીયાનાં કેશવ સંદિપભાઈ ખેતીયા નામનો યુવાન ગાંધીનગરની સરકારી આઈ આઈ ટી ઈ સરકારી કોલેજમાં બી-એડનો ચોથા સેમેસ્ટરનો અભ્યાસ કરતો હતો તેણે ગત તા. ર૦-૪-ર૩નાં આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રશ્ને બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર શહેર જીલ્લા સહિત સમાજમાં અન્ય વિવિધ ઘટકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને આ બાબતે તપાસ નિમવાની માંગ કરી હતી. અપુરતી હાજરીનાં કારણે કોલેજ સત્તાવાળાઓ દ્વારા તેને પરીક્ષામાં બેસવા દેવાની ના પાડવામાં આવી હતી. કેશવ બિમારીનાં કારણે ગેર હાજર રહ્યો હતો જેનું મેડીકલ સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું હતું. બનાવનાં દિવસે તેને પ્રેકટીકલ માંથી પણ બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. આ પછી તેણે કોલેજમાં હેડ સામે વાત પણ કરી હતી, જે મુલાકાત અડધો કલાકથી વધુ ચાલી હતી એવું તો શું કહેવાયું કે કેશવને આપઘાત કરવાની ફરજ પડી.? આથી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર અંગે ન્યાયીક તપાસ કરવી જોઈએ અને કસુરવારો સામે પગલા લેવા જોઈએ. આ આવેદન પત્ર પાઠવાના સમયે બ્રહ્મ સમાજનાં જામનગર જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષ જોષી, મહિલા પાંખનાં જીલ્લા પ્રમુખ મનીષાબેન સુંવડ યુવા પાંખના જીલ્લા પ્રમુખ જનક ખેતીયા, શહેર યુવા પાંખનાં પ્રમુખ જસ્મીન ધોળકિયા, શહેર મહિલા પાંખનાં પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, ઉપરાંત સમાજના અન્ય વિવિધ ધારકોનાં જયદેવ ભટ્ટ, નિલેષ, સુનિલ ખેતીયા સહિતનાં વિશાળ સંખ્યામાં બહ્મ સમાજનાં ભાઈ-બહેનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag