Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મહાનુભાવોના હસ્તે ૭૩૭ વિદ્યાર્થીને પદવીઓ એનાયત

જામનગરમાં કેન્દ્રિય મંત્રી, મેયર, સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયુર્વેદ યુનિ.નો ર૮ મે પદવીદાન સમારંભ યોજાયો

જામનગરમાં આજરોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ર૮ મો પદવીદાન સમારોહ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધન્વન્તરિ મંદિરના ઓડીટોરિયમમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેન્દ્ર સરકારના મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ભાવનગરના સંસદસભ્ય ભારતીબેન શિયાળ, ગુજરાત આયુ. યુનિ.ના વાઈસ ચાન્સેલર વૈદ્ય મુકુલભાઈ પટેલ, ઈટ્રાના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર, કેન્દ્રિય આયુષ મંત્રાલયના સંયુક્ત  સચિવ પ્રકાશ પટણી, જિલ્લા કલેક્ટર શાહ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતાં. આ સમારોહમાં આયુર્વેદ ક્ષેત્રે તેમજ તબીબી ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ચાર મહાનુભાવોને ડી-લીટની પદવી તેમજ અન્ય ૭૩૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આયુર્વેદની પરીક્ષાઓમાં ઉત્તમ ગુણાંકો મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ-સીલ્વર મેડલ-ઈનામો પણ એનાયત કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh