Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી મે ના ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંગે
જામનગર તા. ર૪ઃ ગુજરાત ગૌરવ દિવસની ગૌરવમયી ઉજવણીને આખરી ઓપ આપવા માટે કલેક્ટર બી.એ. શાહ સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આગામી તારીખ પહેલી મે ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ સુચારૃ રીતે યોજાય તેમજ કાર્યક્રમ થકી જામનગરને વિશેષ ગૌરવ પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર ઉજવણી અંગેની જરૃરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સ્થળ મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર બી.એ. શાહ સહિતના અધિકારીઓએ સમીક્ષા કરી હતી.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સાથે જોડાયેલા સ્થળો જેવા કે જામનગર એરપોર્ટ, શ્રી સત્યા સાંઈ શાળા મેદાન, જિલ્લા પંચાયત ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમા, સર્કિટ હાઉસ તથા પ્રદર્શન ગ્રાઉન્ડ સહિતના સ્થળોની કલેક્ટર શાહે મુલાકાત લીધી હતી તમજ આ તમામ સ્થળોએ કરવાની થતી આનુસંગિક વ્યવસ્થાઓ જેવી કે મહાનુભાવોનું આગમન, સ્ટેજ, મંડપ, બેઠક તથા પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, શસ્ત્ર પ્રદર્શન તથા પરેડ અંગેની જરૃરી વ્યવસ્થા વગેરે બાબતોની સ્થળ પર જ ચકાસણી કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને તે અંગે જરૃરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાતમાં કલેક્ટર સાથે અધિક કલેક્ટર બી.એન. ખેર, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા, જિલ્લા પુરવઠા અધિકારી નિલાક્ષ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક વસાવા, કાર્યપાલક ઈજનેર કટારમલ તથા છૈયા, ઈ. નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની, ઈ. નાયબ માહિતી નિયામક ગોજારિયા, મામલતદાર સુશ્રી વિરલ માકડિયા સહિતના અધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag