Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના લેન્ગવેજ વર્કશોપના ૬ઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં તમિલનાડુની બહેનો જોડાઈ સ્પર્ધામાં

દરરોજ ૩૦૦ તમિલવાસીઓ ગુજરાતી શીખે છે!

દ્વારકા તા. રપઃ 'હવે ફરી ગુજરાત આવીશું તો બોલીશું નમસ્કાર! અને તમે કેમ છો?' આ શબ્દો સૌરાષ્ટ્રીયન તમિલ પ્રવાસીઓના છે કે જેણે દ્વારકામાં લેન્ગવેજ વર્કશોપમાં ગુજરાતી ભાષાના રોજબરોજ વપરાતા શબ્દો શીખ્યા હતાં. ગુજરાત સરકારની સ્કોપ સંસ્થા અને અમદાવાદ તમિલ એસોસિએશન આ ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સહિતની સંસ્થાઓના અરસપરસના સહયોગથી દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ અંદાજે ૩૦૦ તમિલવાસીઓ ગુજરાતીના રોજબરોજના શબ્દો શીખે છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમનો છઠ્ઠો દિવસ તમિલવાસીઓ ખાસ કરીને મદુરાઈ-ચેન્નઈની મહિલાઓ માટે યાદગાર રહ્યો હતો. તમિલનાડુથી આવેલી મોટાભાગની બહેનો ગુજરાતી લેન્ગવેજ સ્પર્ધામાં જોડાઈ હતી.

આ લેન્ગવેજ વર્કશોપમાં તમે કેમ છો? આવો આવો! નમસ્કાર! તમારી માતૃભાષા કઈ છે? જય જય ગરવી ગુજરાત જેવા શબ્દો અને વાક્યો આ ઉપરાંત અન્ય ગુજરાતી અને તમિલ શબ્દો વચ્ચેનું ભાષાંતર શીખવવામાં આવ્યું હતું. ગુજરાતીઓ પણ સ્પર્ધામાં જોડાયા અને તેઓએ આ જ ગુજરાતી શબ્દોનું તમિલમાં થતું ભાષાંતર સમજીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.

'વિશ્વ આશ્રમ સંત'નું જેવી વિશ્વ બંધુત્વની પંક્તિઓ લખનાર કવિ કલાપી વિશે આ વર્કશોપમાં તમિલ ભાષામાં તેમના સાહિત્યપ્રદાનની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. જે ભારતની વિશ્વ બંધુત્વની ભાવના અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીકરૃપ આ કાર્યક્રમને સાર્થક કરતી હતી.

ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય રચનાઓ અને તેમના જીવનની માહિતી પણ તમિલમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુના સંતો-કવિઓ અને મહાન વિચારકો સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત તમિલનાડુથી આવેલા બાંધવો ગુજરાતી ભાષાની સમજણ મેળવે અને ગુજરાતીઓ તમિલ ભાષાની સમજ મેળવે તે માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલોએ ઉત્સાહભેર વર્કશોપમાં ભાગ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh