Advertisement
Author: નોબત સમાચાર

યોગી આદિત્યનાથને મારી નાંખવાની ધમકી મળતા એજન્સીઓ એલર્ટઃ તપાસ શરૃ

વોટ્સએપ ડેસ્ક પર સંદેશો મોકલીને

લખનૌ તા. રપઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળતા યુપી પોલીસ દોડતી થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી ૧૧ર પર કોઈએ આ ધમકી આપી છે. ઓપરેશન કમાન્ડર યુપી ૧૧ર એ સોમવારે મોબાઈલ નંબરના આધારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. ઈન્સ્પેક્ટર સુશાંત ગોલ્ફ સિટી, શૈલેન્દ્ર ગિરીએ જણાવ્યું કે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. તેના આધારે રિપોર્ટ નોંધીને આરોપીને શોધી કાઢવામાં આવી રહ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય.

કોમ્યુનિકેશન ઓફિસર શિખા અવસ્થીએ મેસેજનો સ્ક્રીન શોટ લીધો હતો. એફઆઈઆર અનુસાર સીમે યોગીને ર૩ એપ્રિલે રાત્રે ૮-રર વાગ્યે યુપી ૧૧ર હેડક્વાર્ટરમાં સોશિયલ મીડિયાના વોટ્સએપ ડેસ્ક પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું, 'હું જલદી સીએમ યોગીને મારી નાખીશ'. મુખ્યમંત્રીને ધમકીની માહિતી મળતા જ તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh