Advertisement
Author: નોબત સમાચાર

બે દાયકામાં ૬ લાખથી વધુ અરજી મળી, તેમાંથી પ.૬૮ લાખ અરજીઓનો નિકાલ કરાયો

ગુજરાતમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ

જામનગર તા. રપઃ ગુજરાતમાં ચાલી રહેલા સ્વાગત અભિવાદન કાર્યક્રમ હેઠળ વર્ષ ર૦૦૩ થી અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ અરજીઓ આવી હતી, જે પૈકી ૯૪.૬૭ ટકાનો નિકાલ થયો છે.

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી સ્વયં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીંને વરિષ્ઠ અધિકારીઓને જરૃરી માર્ગદર્શન આપવાની સાથે અરજદારને સંતોષ થાય તે કક્ષાએ નિર્ણય લેવાની આવશ્યક સૂચનામાં સ્થળ પર જ આપી પ્રશ્નોનો નિકાલ લાવે છે. પરિણામે જરૃરી સંકલન પણ જળવાય છે અને સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે છે. વર્ષ ર૦૦૩ થી અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતભમાંથી ૬,૦૦,૬૪ર અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૯૪.૬૭ ટકા એટલે કે પ,૬૮,૬૪૩ અરજીઓનો નિકાલ થયો છે. તેમાં શહેરી વિસ્તારને લગતી અરજીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં ર૩,પર૬ અરજીઓ મળી હતી, જે પકી મોટાભાગની અરજીઓનો સંતોષકારક રીતે નિકાલ લાવવામાં આવ્યો છે.

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને સમયની સાથે નાગરિકોની હૃદયપૂર્વકની સ્વીકૃતિ મળતી ગઈ છે. છેલ્લા બે દાયકામાં સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમ શરૃ થયા પછી ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે. શહેરી વિસ્તારની ફરિયાદોની વાત કરવામાં આવે તો મહદ્અંશે તમામ પ્રશ્નોના ઉકેલ આવી ગયા છે.

આ કાર્યક્રમ શહેરી વિસ્તારની સમસ્યાનો સુચારૃ ઉકેલ લાવવાની દિશામાં ચાવીરૃપ ભૂમિકા ભજવી રહ્યું છે. તેથી જ તો સ્વાગતને પ્રજાહિતમાં ગુજરાતનું પ્રો-એક્ટિવ પ્લેટફોર્મ કહેવામાં આવે તો યથાર્થ છે. છેલ્લા ર૦ વર્ષમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલી સાડાપાંચ લાખથી પણ વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ટેકનોલોજી, સંવેદનશીલતા અને માનવીય અભિગમનો અદ્ભુત સમન્વય બની રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh