Advertisement
Author: નોબત સમાચાર

નવવિકસિત વિસ્તાર લાલવાડીમાં તંત્ર-પદાધિકારીઓની લાપરવાહીથી સ્થાનિકો ત્રાહિમામ્

સંખ્યાબંધ રજૂઆતો કરાયા પછી 'તમે અમારા વોર્ડના મતદાર નથી' તેવો પદાધિકારીઓનો હાસ્યાસ્પદ જવાબ!

જામનગરના નવા વિકસિત લાલવાડી વિસ્તારમાં હાલમાં સંખ્યાબંધ બાંધકામો ચાલી રહ્યા છે. જામનગરમાં, નજીકમાં કહી શકાય તેવા એકમાત્ર એવા લોકેશનમાં નવી સોસાયટીઓ ઉભી થઈ રહી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં સમાવિષ્ટ આ વિસ્તારની પાયાની સુવિધાઓના નામે મીંડું છે. જામનગર ગ્રામ્ય વિધાનસભામાં આવતા અને જે વોર્ડના નગરસેવક જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર છે તેવા આ વોર્ડમાં સંખ્યાબંધ અસુવિધાઓ ઉડીને આંખે વળગી રહી છે. લાલવાડી રોડ પર આવેલા બગીચા સામે ઉમિયાનગરવાળા રોડ પર હાલમાં લક્ઝરીયર્સ એપાર્ટમેન્ટ બની રહ્યું છે ત્યારે તેની બાજુમાં આવેલા સંવેદના એપાર્ટમેન્ટવાળા રોડ પર છેલ્લા દસ દિવસથી પસાર થવું દુષ્કર બન્યું છે. તે રોડ પર વર્ષાેથી સ્ટ્રીટ લાઈટ કે રોડ જેવી સુવિધા ન આપી શકનારા આ વોર્ડના ભાજપના નગરસેવકો પાસે ત્યાંના રહેવાસીઓ સુવિધા ઝંખે છે ત્યારે આ વોર્ડના નગરસેવકો ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે. નવા બનેલા રહેણાંકોમાં રહેવા આવેલા વ્યક્તિઓ પાસે સ્વાભાવિક રીતે જ હજુ ત્યાંના સરનામાવાળું ચૂંટણીકાર્ડ ન હોય તે સમજી શકાય, પરંતુ સત્તાના મદમાં છકી ગયેલા પદાધિકારીઓ તમે અમારા વોર્ડના મતદાર નથી તેવી પોકળ વાતો કરી આ વિસ્તારને વધુ ઓરમાયો બનાવી રહ્યા છે. ત્યાંના રહેવાસીઓને ચૂંટણીકાર્ડ બતાવવાનું કહેવાય છે ત્યારે તેઓ કંઈ પાકિસ્તાનના નાગરિકો તો નથી જ ને? આ વોર્ડના નગરસેવક તપન પરમાર હાલમાં ડે. મેયર છે. જ્યારે બીજા નગરસેવક ધર્મરાજસિંહ જાડેજા શહેર ભાજપ સંગઠનમાં પણ સેવા આપી રહ્યા છે. ત્રીજા નગરસેવક હીનલ પટેલ તે વિસ્તારમાં મતદાન પછી જોવા મળ્યા નથી અને ૭૮-જામનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા પાસે પણ આ વિસ્તારના રહેવાસીઓ રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે પરિણામ શૂન્ય આવ્યું છે. વર્ષાેથી એક જ રાજકીય પક્ષને, કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરી વિજયી બનાવવાનું પ્રણ લેનાર મતદારોને નાછૂટકે તે પાર્ટીથી અલગ થવું પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં અહીં ફેલાયેલા કાદવ કિચડના સામ્રાજ્યએ સર્જી દીધી છે. સંવેદના એપાર્ટમેન્ટવાળી શેરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી એટલી હદે વિસ્તર્યું છે કે, કદાચેય જો કોઈ નગરસેવક ત્યાં આવવા ઈચ્છે તો આવી શકે તેમ જ નથી! જો કે, આ બચાવ કામ ન કરવા માટે કદાચ પૂરતો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh