Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજકાલના ભૌતિકતાવાદી યુગમાં, વૃદ્ધાવસ્થા શ્રદ્ધા નહિ પરંતુ દયા અને અવગણનાનો વિષય બની ગઈ છે. વડીલોના હક્કો માટે અનેક કાયદાઓ તો છે, પણ સમાજનો વળગો અને સંતાનોનો સંસ્કાર ક્યાંક ખોવાઈ ગયો છે. આજે આપણું ધ્યેય છે કે આવા વડીલોના અધિકારોને ફરીથી ઉજાગર કરીએ તે પણ સંપૂર્ણપણે કાયદાના રૂષ્ટિકોણથી. જીવનભરના સંઘર્ષ અને તપસ્યા બાદ જ્યારે માતા-પિતા વૃદ્ધાવસ્થામાં શાંતિની આશા રાખે છે, ત્યારે મોટાભાગે તેમને સામનો કરવો પડે છે અવગણના, અવમાનના અને એકાંતનો. આપણી સંસ્કૃતિમાં જેમનું સ્થાન ભગવાન સમાન છે, એ વડીલો માટે આજના સમયમાં કાયદાની મદદ લેવાની ફરજ ઊભી થાય છે આ સમાજ માટે શરમજનક વાત છે.
૧. માતાપિતાનું પાલન અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭-કાયદાનું સંવેદનશીલ ચહેરૂ
આ અધિનિયમ હેઠળ દરેક સંતાન કે વારસદારે પોતાના માતા-પિતાનું પાલન કરવું ફરજિયાત છે. આમાં પુત્ર અને પુત્રી બંનેનો સમાવેશ થાય છે. આ અધિનિયમ વડીલોને તેમના સંતાન અથવા વારસદાર પાસેથી નાણાકીય સહાય મેળવવાનો હક્ક આપે છે. જો સંતાન તેમનો રોજિંદો પરિચર્યા ખર્ચ ન આપે, તો વડીલો તાલુકા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી શકે છે.
ધારા ૪: જો માતા-પિતા પોતે પોતાનું ભરણપોષણ કરી શકતા ન હોય, તો સંતાન સામે અરજી કરી શકે છે.
ધારા ૫: અરજદાર જાતે અરજી કરી શકે છે, આ અરજી જિલ્લા ટ્રીબ્યુનલમાં કરવાની હોઈ છે, અને તેમાં કોઈ વકીલ નીમવા જરૂરી નથી
ધારા ૯: મહત્તમ દસ હજાર રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપવામાં આવી શકે છે.
ધારા ૨૩: જો માતા-પિતાએ પોતાની સંપત્તિ સંતાનને ભેટરૂપે આપી હોય, અને સંતાન તેમનું ભરણપોષણ ન કરે, તો આ દસ્તાવેજને રદ જાહેર કરવામાં આવે છે.
૨. ભેટ આપેલી મિલકત પાછી મેળવવાનો અધિકાર
ઘણાં વડીલો સંતાન પર વિશ્વાસ રાખીને મિલકતના દસ્તાવેજ આપે છે. જો એ ભેટ આપ્યા પછી સંતાન ત્યાગ કરે, અત્યાચાર કરે, કે ભરણપોષણ ન આપે, તો ટ્રિબ્યૂનલ 'ગિફ્ટ ડીડ' કે 'રીલીઝ ડીડ' ને અમાન્ય જાહેર કરી શકે છે.
ન્યાયક્ષેત્રઃ સુભાષચંદ વિરૂદ્ધ દિલ્હી રાજ્ય (૨૦૨૨) દિલ્હી હાઈકોર્ટે કહૃાું કે માતા-પિતાનું પાલન ન થતું હોય તો મિલકત પાછી મેળવી શકાય છે.
૩. શારીરિક કે માનસિક શોષણ સામે કાયદાનું રક્ષણ
વડીલો આજકાલ માત્ર અવગણના નહિ, પરંતુ શારીરિક કે માનસિક શોષણનો પણ ભોગ બને છે. આ માટે નવો દંડ સંહિતાઓના આધાર પર કાયદેસર પગલાં લઈ શકાય છેઃ
ભારતીય દંડ સંહિતા, ૨૦૨૩ (બીએનએસ)
ધારા ૮૬: ઘરના અંદર થતા શારીરિક કે માનસિક અત્યાચાર સામે રક્ષણ.
ધારા ૧૨૫: ગેરકાયદેસર ધમકી કે ઇજાઓ સામે કાર્યવાહી.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (બીએનએસએસ):
ધારા ૧૭૭: પોલીસમાં અરજી કરવાની અધિકૃતતા.
ધારા ૩૫: ફરિયાદ પહેલા રક્ષણ આપવાની ફરજ પોલીસ પર ફરજિયાત.
ઘરેલુ હિંસા નિવારણ અધિનિયમ, ૨૦૦૫: જો વૃદ્ધ માતા પત્ની તરીકે શરીરજ હિંસા કે માનસિક શોષણનો ભોગ બને, તો તે આ કાયદા હેઠળ પણ રક્ષણ પામે છે.
૪. ઈચ્છા મુજબ વિલ કરવાની છૂટ વારસતાની વિધિસર હદો
કોઈપણ વ્યકતિ જે સંપૂર્ણ બુદ્ધિમાં હોય, તે કોઈપણ વયે વિલ બનાવી શકે છે.
વિલ લખીત હોવી ફરજિયાત છે, અને બે સાક્ષીઓની હાજરી જરૂરી છે.
ગોપનીયતા માટે વિલને સબ-રજિસ્ટ્રારના કચેરીએ 'સિમ્બંદ' કવર હેઠળ નોંધાવી શકાય છે.
દબાણ હેઠળ કરેલી વિલ કાયદેસર અમાન્ય ગણાય છે.
વિલમાં જમીન, રોકાણ, ઘર, દાગીના વગેરેનું વિતરણ સ્પષ્ટ રીતે કરી શકાય છે.
૫. પુત્ર કે પુત્રી બંનેની ફરજ માતા-પિતાનું ભરણ પોષણ
આજનો કાયદો પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતો નથી.
માતા-પિતાનું ભરણપોષણ કરવાનો બંધારણીય અને કાયદાકીય જવાબદારી પુત્ર અને પુત્રી બંને પર બરાબરીથી છે.
ભલે પુત્રી વિવાહિત હોય, તો પણ તે પોતાના માતા-પિતાનું ભરણપોષણ કરવા માટે જવાબદાર રહેશે.
સંતાનોના લગ્નો કે અન્ય જવાબદારીઓ તેમનું માતા-પિતા પ્રત્યેનું ફરજભાન ઓગાળી શકતી નથી કાયદા નીચે તેઓ સમાન રીતે જવાબદાર છે.
૬. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને યોજનાઓ
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાઃ સાંઈઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે માસિક પેન્શન.
સિનિયર સિટિઝન સેલઃ તાલુકા માધ્યમથી કાયદાકીય સલાહ, અરજી પ્રક્રિયા.
મહત્ત્વપૂર્ણ હેલ્પલાઇન નંબરો
હેલ્પએજ ઈન્ડિયાઃ ૧૮૦૦-૧૮૦-૧૨૫૩
ગુજરાત વડીલ નાગરિક પોલીસ ડેસ્ક
એલ્ડર અબ્યુઝ રિડ્રેસલ સેલ
અંતિમ સંદેશઃ શ્રદ્ધાનું અધિકાર
વૃદ્ધાવસ્થા દયા માટે નહિ, પરંતુ સન્માન અને ન્યાય માટે હોવી જોઈએ. કાયદાઓ તો છે, પરંતુ તેમને લાગણી અને સંસ્કારની જરૂર છે. આપણે આપણા વડીલોના અધિકારો માટે અવાજ ઊંચો કરીશું પ્રેમથી પણ, અને કાયદાથી પણ.
માતા-પિતા વિના ઘર અર્ધાંગ છે ફરજ છે. આજે તેમને પાંખ આપીશું કે પાંજર? વિચારવું આપડી ફરજ છે.
ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial