Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુમ-એ-તશક્કુરની ઉજવણી સમયે કરી કબુલાતઃ પરમાણુ બોમ્બની ધમકીઓ આપનારા "શાંતિ...શાંતિ" નો જાપ ઝપવા લાગ્યા
નવી દિલ્હી તા. ૧૭: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કબુલ કર્યુ છે કે ભારતે કરેલા હુમલાથી અમારી કેડ ભાંગી ગઈ છે અને ભયંકર નુકસાન થયું છે. ભારતે ઘરમાં ઘુસીને નુરખાન એરબેઝ ખેદાન-મેદાન કરી નાંખ્યું છે. યુદ્ધ વિરામની અપીલ કરવાની ફરજ પડી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણાં એરબેઝ, ખાસ કરીને નૂરખાન એરબેઝ, નાશ પામ્યા છે. ભારત સામે ખરાબ રીતે હાર્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાને હવે શાંતિ વિશે વાત કરવાનું શરૂ કર્યું છે.
ગઈકાલે પાકિસ્તાન સેનાના માનમાં યુમ-એ-તશક્કુર (થેંક્સગિવિંગ ડે) ઉજવવામાં આવી રહૃાો હતો ત્યારે તેમણે આ ટિપ્પણી કરી. આ દરમિયાન તેમણે એ પણ સ્વીકાર્યું કે ભારતીય મિસાઇલો પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી રહી હતી. ચાર દિવસના લશ્કરી અવરોધ દરમિયાન ભારત અને પાકિસ્તાને સરહદ પારથી ડ્રોન અને મિસાઇલોથી એકબીજા પર હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષો ૧૦ મેના યુદ્ધવિરામ પર સંમત થયા હતા.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. પહેલા તો પાકિસ્તાને સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો કે, ભારતના આ હુમલાથી તેને કંઈ નુકસાન થયું છે, પરંતુ બાદમાં પાકિસ્તાથી આવેલા નિવેદનો અને સેનાએ જાહેર કરેલી ફૂટેજથી પાક.ના જૂઠાણાની પોલ ખુલી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહૃાો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કબૂલાત કરી કે, ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતાં, જેમાં ઘણું નુકસાન થયું છે.
આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહૃાું કે, ૧૦ મેની વહેલી સવારે આશરે ૨:૩૦ વાગ્યે જનરલ સૈયદ અસીમ મુનિરે મને સિક્યોર લાઇન પર ફોન કર્યો અને જણાવ્યું કે, ભારતની બેલેસ્ટિક મિસાઇલે નૂર ખાન એર બેઝ અને અન્ય વિસ્તારો પર હુમલો કર્યો છે... આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો, આ સિવાય તેમણે ચાઇનીઝ જેટ વિમાનો પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.
શુક્રવારે પાકિસ્તાન સ્મારક પર આયોજિત એક સમારોહમાં શાહબાઝ શરીફે આ નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા અમીત માલવિયાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. તેમણે કહૃાું કે, આ પ્રકારનો કોલ ઓપરેશન સિંદૂરની સટીકતા અને સાહસને દર્શાવે છે. અનેકવાર ઈનકાર બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફે માન્યું કે, ભારતની મિસાઇલે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાને વિવિધ એરબેઝ સહિત ભારતે બરબાદ કરેલા સ્થળોની મરામત માટે મોટી રકમના ટેન્ડર્સ બહાર પાડયા છે, જે ભારતે પાક.માં કરેલા વિનાશનો વિશેષ પુરાવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial