Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તથા સુરત લઈ જઈ આચર્યું દુષ્કૃત્યઃ
જામનગર તા. ૧૭: ધ્રોલના એક શખ્સે પાંચ વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણીને રાજકોટ તથા સુરત લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા પછી અમદાવાદ સ્થિત સોલામાંથી પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આ કેસ ચાલી જતાં આરોપીને ૨૦ વર્ષની અદાલતે સખત કેદની સજા ફટકારી છે.
ધ્રોલના ફતેપુરામાં રહેતા મોહસીન રહીમ મકવાણા નામના શખ્સે પોણા પંદર વર્ષ વયવાળી તરૂણીને પ્રેમજાળમાં ફસાવ્યા પછી તેણી સાથે ફોનમાં વાતચીત શરૂ કરી હતી. તે પછી ગઈ તા.૮-૧૨-૧૮ના દિને મોહસીન તે તરૂણીને પોતાની સાથે રાજકોટ ભગાડી ગયો હતો.
તે દરમિયાન મોહસીનના ઘરેથી ફોન આવતા તે તરૂણીને તેના ઘરે મૂકી દઈ મોહસીન ચાલ્યો ગયો હતો. તે પછી ગઈ તા.૩૦-૪-૧૯ ના દિને સગીરાએ ફોન કરીને મોહસીનને જણાવ્યું હતું કે અહીં રહેવું નથી તેથી બાઈકમાં મોહસીન તેણીને રાજકોટ લઈ ગયો હતો જ્યાં તેણે મકાન ભાડે રાખી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી સુરત લઈ જવાયેલી તરૂણીને ત્યાં મકાનમાં રાખવી હતી. તે પછી ગઈ તા.ર૬-૬-૧૯ના દિને અમદાવાદના સોલામાં આવેલી હાઈકોર્ટમાં મોહસીનના પિતાને સોગંદનામું કરવાનું હોવાથી મોહસીન અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો.
આ આરોપીની આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૩) તેમજ પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી ચાર્જશીટ કરાયું હતું. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી આઈપીસી ૩૭૬ (૩) તથા પોક્સો એક્ટના ગુન્હામાં ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ રૂ.ર હજારનો દંડ, ૩૬૬ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદ અને રૂ.પ હજાર દંડ ફટકાર્યા છે. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી વળતર પેટે રૂ.૪ લાખ ચૂકવાશે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial