Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમંત્રી સુધી રજૂઆત પછી હુકમ કરવામાં આવ્યોઃ
ઓખા તા.૧૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને લોન અપાવવાના નામે એક શખ્સે વચેટીયા તરીકે કામ કરી બેંકના હોેદ્દેદારની સાંઠગાંઠથી કૌભાંડ આચર્યાની રજુઆત રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યા પછી ગાંધીનગર સ્થિત મત્સ્યોદ્યોગ કચેરીના નિયામક દ્વારા ત૫ાસનો આદેશ છોડવામાં આવ્યો છે.
ઓખા પંથક સહિતના વિસ્તારોના માછીમારોને દ્વારકાની બેંક ઓફ ઈન્ડિયા શાખામાંથી લોન પાસ કરાવી આપવાનું કહી આ શખ્સે રૂ.૭૦ હજારથી રૂ.૧ લાખ સુધી મેળવી લીધા છે તેવી ચર્ચા વચ્ચે કોઈ બેંક પાસે ધિરાણ મેળવવા સીધો સંપર્ક કરે તો તે વ્યક્તિને આ વચેટીયાનો સંપર્ક કરવાનું કહેવાતું હોવાના ગણગણાટ વચ્ચે આ શખ્સે પોતાના નામે અને સંબંધીઓના નામે બોટ પર લોન લઈ તે લોનના પૈસા અન્ય બોટ માલિકોને વ્યાજે આપી દીધાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. આ રીતે રૂ.પાંત્રીસેક કરોડનંુ કૌભાંડ થઈ ગયું હોવાની ચર્ચા ચાલી રહી હતી. તેની વિગતો ગૃહમંત્રીને અપાયા પછી સ્થાનિક સ્તરે તપાસનો ધમધમાટ આરંભાયો છે. તેને સંબંધિત અધિકારીઓએ સમર્થન આપ્યું છે. તેથી આ પ્રકરણમાં પરિણામલક્ષી કાર્યવાહી થવાની સંભાવના જોવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial