Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલે યમન પર કર્યો ભીષણ હવાઈ હુમલોઃ બંદરો બરબાદ

વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે હુથીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે

                                                                                                                                                                                                      

તેલઅવીવ તા. ૧૭: યમન પર ઇઝરાયલે હવાઈ હુમલો કરતા ભારે નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલ સંરક્ષણ પ્રધાને હુથી નેતા અબ્દુલ મલિક અલ-હુથીને શોધી કાઢીને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

ઇઝરાયલે યમનમાં હુથી-નિયંત્રિત બંદરો પર ગઈકાલે મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહૃાું કે ઇઝરાયલી સેનાએ યમનના તે બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે જે હુતી આતંકવાદી સંગઠનના નિયંત્રણ હેઠળ છે. તેણે હુથી નેતાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહૃાું કે જો હુથી સંગઠન ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે, તો તેમને અને તેમના નેતાઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જેમ આપણે ગાઝામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દેઈફ, બૈરુતમાં સિનવાર (હમાસ નેતા) અને હસન નસરાલ્લાહ (હિઝબુલ્લાહ નેતા) પર, તેહરાનમાં હનિયા (હમાસ વડા) પર હુમલો કર્યો, તેવી જ રીતે આપણે યમનમાં અબ્દુલ મલિક અલ-હુથીને પણ નિશાન બનાવીશું. અમે કોઈપણ દુશ્મન સામે અમારી બધી શક્તિથી પોતાનો બચાવ કરતા રહીશું.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરી હતી. તેમણે કહૃાું કે, અમારા પાઇલટ્સે હુથી આતંકવાદીઓના બે ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. અમે હુથીઓને વધુ નુકસાન પહોંચાડીશું, જેમાં તેમના નેતાઓ અને તેઓ જે માળખાકીય સુવિધાઓનો ઉપયોગ અમને નુકસાન પહોંચાડવા માટે કરે છે તેનો પણ સમાવેશ થાય છે.

નેતન્યાહૂએ એમ પણ કહૃાું કે હૂતીઓ પાછળ ઈરાનનો હાથ છે. તેમણે વધુમાં કહૃાું કે, હુથીઓ ફક્ત એક પ્યાદુ છે. તેમની પાછળની શક્તિ, જે તેમને ટેકો આપે છે અને દિશામાન કરે છે, તે ઈરાન છે. હુથીઓને ભારે કિંમત ચૂકવવી પડશે, અને અમે ઇઝરાયલની સુરક્ષા જાળવવા માટે દરેક શકય પગલાં લઈશું. ઇઝરાયલ દ્વારા આ હુમલો હુથી જૂથ દ્વારા તાજેતરના મિસાઇલ હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો છે.

હુથી-નિયંત્રિત અલ મસિરાહ ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલે ગઈકાલે યમનના હુદાયદાહ અને સલીફ બંદરો પર હુમલો કર્યો હતો.

હુદાયદાહના બે રહેવાસીઓએ ચાર મોટા વિસ્ફોટો સાંભળ્યા હતાં.

તે પહેલાં ગુરુવારે, સેનાએ હુથીઓ દ્વારા ઇઝરાયલ પર છોડવામાં આવેલી મિસાઇલને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી. હુથીઓએ ગાઝાના પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે આ હુમલો કર્યો હતો.

જોકે, તેમણે અમેરિકન જહાજો પર હુમલા રોકવાનું વચન આપ્યું છે. આ ઘટના પછી મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શકયતા છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જો હુથી જૂથ પોતાનું આક્રમણ ચાલુ રાખશે, તો બદલો લેવાના હુમલાઓ વધુ કઠોર કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh