Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નવાગામ ઘેડ કોળી સમાજના
જામનગર તા. ૧૭: જામનગર નવાગામ ઘેડ કોળી સમાજના પંચની દેવી મહાકાળી માતાજીના સાંનિધ્યમાં સમસ્ત તળપદા કોળી સમાજ નવાગામ ઘેડ દ્વારા આ વર્ષે પણ ત્રિ-દિવસીય સાંસ્કૃતિક મેળો લોઠીયા ગામમાં યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગરના નવાગામ ઘેડથી લોઠીયા ગામ સુધી લોકો બળદગાડા, ઊંટગાડી, છકડોરિક્ષા, તેમજ પગપાળા જતા હોય છે. અને માતાજીની આરાધના કરતા હોય છે, આ પ્રસંગે માતાજીના મંદિરે ધ્વજારોહણ, રાસગરબા, મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે જામનગર જિલ્લાના સાંસદસભ્ય પૂનમબેન માડમ, જામનગર ૭૮ ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહપરિવાર, શહેર મંત્રી દયાબેન પરમાર, સાંસદસભ્યના પ્રતિનિધિ ડો. હાર્દિકભાઈ, કરશનભાઈ આહિર, ધારાસભ્યના પ્રતિનિધિ મનદીપસિંંહ જાડેજા, કોર્પોરેટર કેશુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, વોર્ડ પ્રમુખ શૈલેન્દ્રસિંંહ વાઢેર, આહિર સમાજના બાબુભાઈ માડમ, લોઠીયા ગામના વિવિધ સમાજના આગેવાનો, નવાગામ ઘેડ કોળી સમાજના કાર્યકારી પ્રમુખ રામજીભાઈ બારૈયા, ખજાનચી રામજીભાઈ ઝાંઝુવાડીયા, સમાજ અગ્રણી લક્ષ્મણભાઈ ગુજરાતી, તુલસીભાઈ રાઠોડ, કોટવાર ચનાભાઈ સરવૈયા, ગોપાલભાઈ બારૈયા, કોળી સમાજના જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ પીપળીયા સમાજના ભુવા નરેન્દ્રભાઈ રાઠોડ, કુટુંબના ભુવા રણજીતભાઈ ગુજરાતી, સવજીભાઈ મકવાણા, રણજીતભાઈ ડાભી, વિવિધ કુટુંબના આગેવાનો, ભુવાશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત તળપદા કોળી સમાજ નવાગામ ઘેડના મેળામાં ભગવતી મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા લોઠીયા મંદિરના પૂજારી મનોજગીરીના હસ્તે નવાગામ ઘેડના શિવ ગ્રુપના કલાકારો દ્વારા નવાગામ ઘેડ કોળી સમાજના પંચની દેવી મહાકાળી માતાજીની મહાઆરતી યોજવામાં આવી હતી. રાજકીય-સામાજિક આગેવાનો, જામનગર નવાગામ ઘેડના કોળી સમાજના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. આ મહાઆરતીનું સંચાલન સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ કંટારીયા, મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી તેમજ ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial