Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સરકારના મંત્રી પુત્રની ધરપકડથી ખળભળાટ

બહુચર્ચિત મનરેગા કૌભાંડ સંદર્ભે

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૭:      દાહોદના મનરેગા કૌભાંડ સંદર્ભે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર અને તત્કાલિન ટીડીઓની ધરપકડ કરાતા ખળભળાટ મચી ગયો છે.

દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ પછી મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માંકરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ ર૦ર૧ થી ર૦રપ વચ્ચે ગેરરીતિ આચારવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને ૩પ એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ૩પ પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી. પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલિન ટીડીઓ દર્શન પેલની ધરપકડ કરી છે.

આ કૌભાંડ હેઠળ દેવગઢબારિયા તાલુકાના કૂવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત ત્રણ ગામોમાં માી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે. આ કામોનું કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓછે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ જ લીધો નહતો.

જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણા બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના આ કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ પછી વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારપછી પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારિયાની ર૮ તેમજ ધાનપુર તાલુકાની ૭ મળી માલ સપ્લાય કરતી કુલ ૩પ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh