Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથી કર્મચારીનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૭: જોડીયાના ખીરી ગામ પાસે એક કંપનીમાં ગુરૂવારે કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિકની છાતી પર હેવી વેઈટ મેગ્નેટનું અકસ્માતે દબાણ આવી જતાં આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે આવેલી આફતાબ સ્ટીલ પ્રા.લિ. નામની કંપની માં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ બિહાર રાજ્યના સારન જિલ્લાના તીલોક ગામના વતની મનજીતકુમાર ભોલાસિંગ (ઉ.વ.ર૮) નામના શ્રમિક ગુરૂવારે સાંજે કંપનીમાં કામ પર હતા.
આ વેળાએ સીસીએમ બેડ પર લોખંડની પ્લેટ વેલ્ડીંગ કરતી વખતે હેવી વેઈટ મેગ્નેટ વડે તે પ્લેટને પ્રેસ (દબાવવા) નું કામ કરાતું હતું ત્યારે આ શ્રમિકના છાતીના ભાગે હેવી વેઈટ મેગ્નેટનું દબાણ આવી ગયું હતું. જેના કારણે તેના મ્હોંમાંથી લોહી નીકળી ગયું હતું અને તે શ્રમિક બેભાન બની ઢળી પડ્યો હતો.
સારવાર માટે જાંબુડા સ્થિત સરકારી દવાખાને ખસેડવામાં આવેલા મનજીત કુમારનું મૃત્યુ નિપજ્યું છે. સાથી કર્મચારી તરૂણ કુમાર ઉમેશસિંગે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial