Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પના યૂ-ટર્ન અને રાજનાથસિંહે 'પિકચર અભી બાકી હૈ' કહ્યુ અને પાક. સંસદમાં નેતાઓનો ગભરાટ જોતા અટકળોનુ બજાર ગરમ
નવી દિલ્હી તા. ૧૭: ઓપરેશન સિંદૂરમાં સંઘર્ષ વિરામની મુદ્દત આવતીકાલે પુરી થાય છે, તો બીજી તરફ ટ્રમ્પે ફેરવી તોળ્યા પછી રાજનાથસિંહે પિકચર અભી બાકી હોવાનુ જણાવતા પાકિસ્તાન થર થર ધ્રુજી રહ્યું છે અને ત્યાંની સંસદમાં પણ કાલે કાંઈક મોટું થશે અને ભારત ફરીથી ત્રાટકશે તેવો ભય વ્યકત થયા પછી ગભરાટ ફેલાયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ યુદ્ધવિરામ થયું હતું પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં આપવામાં આવેલા નિવેદનોથી વાતાવરણ ફરી ગરમ થઇ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાનો ભય વ્યક્ત કર્યો છે.
બિલાવલ ભુટ્ટોએ યુદ્ધવિરામ અંગે મોટો દાવો કર્યો છે, જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહૃાું કે પીકચર હજુ બાકી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ફરીથી યુદ્ધવિરામ ભંગ થશે? શું તણાવ ફરી માથું ઉંચકશે? ૧૮ મે વિશે પાકિસ્તાનમાં આટલી બધી ચિંતા કેમ છે?
યુદ્ધવિરામની જાહેરાતના પાંચ દિવસ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના નિવેદનથી પાછા હટી ગયા છે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, જેઓ ખોટી રીતે પોતાની જીતની ઉજવણી કરી રહૃાા હતા, પરંતુ તેમણે અચાનક ભારતને વાતચીતની ઓફર કરી છે, પાકિસ્તાની સંસદસભ્યો ભારત તરફથી નવા હુમલાની આશંકા વ્યક્ત કરી રહૃાા છે, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેર કર્યું છે કે પીકચર હજી બાકી છે. ઝડપથી બદલાતી ઘટનાઓએ ચર્ચાઓને વેગ આપ્યો છે.
૧૮ મેના કંઈક મોટું થવાનું છે? એક તરફ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ચહેરા પર હવે ઓપરેશન સિંદૂરનો ભય સ્પષ્ટપણે દેખાઈ રહૃાો છે તો બીજી તરફ, ૧૮ મેની તારીખ પાકિસ્તાની સંસદમાં સાંસદોને ડરાવી રહી છે. આ ડર ઓપરેશન સિંદૂર ભાગ-૨ નો છે. પાકિસ્તાની સાંસદ સૈયદ શિબલી ફરાઝે કહૃાું કે તેઓ ખાલી નહીં બેસે...હવે આપણે ખૂબ સાવધ રહેવું પડશે.
પાકિસ્તાનના સંસદ સભ્યોએ ખુલ્લેઆમ ભારત તરફથી ફરી એક હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. પાકિસ્તાની સાંસદો ડરી ગયા છે અને આ ડર ફક્ત સંસદ પૂરતો મર્યાદિત નથી. પાકિસ્તાની સેનાના રક્ષણ હેઠળ પણ, આતંકવાદના માસ્ટરોને બુલેટપ્રૂફ કાચ પાછળ છુપાઈ રહેવું પડે છે. મતલબ કે, પાકિસ્તાન દુનિયાને બતાવવા માટે ખોટી રીતે વિજયની ઉજવણી કરી રહૃાું છે, દેશના વડા પ્રધાન અને આર્મી ચીફ એક પછી એક લશ્કરી ઠેકાણાઓની મુલાકાત લઈ રહૃાા છે અને વિજયની જાહેરાત કરી રહૃાા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન ૧૮ મેની તારીખથી ડરી ગયું છે.
વાસ્તવમાં તો ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે ૧૮ મેના રોજ યુદ્ધવિરામ પર ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે, પરંતુ વાતચીત પહેલા કંઈક એવું બન્યું જેનાથી ભારત-પાકિસ્તાન અંગે સસ્પેન્સ વધી છે. આ સસ્પેન્સનું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધવિરામ પર પોતાનું વલણ બદલવું છે. બિલાવલ ભુટ્ટો યુદ્ધવિરામ પર પ્રશ્નો ઉઠાવી રહૃાા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અચાનક ભારત સાથે વાતચીત કરવા સંમતિ આપી દીધી. તો શું ટ્રમ્પનું નિવેદન પાકિસ્તાનમાં ગભરાટનું કારણ બની ગયું છે? હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૧૦ મેના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ ૧૫ મેના રોજ ટ્રમ્પે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું અને કહૃાું કે મેં કયારેય કહૃાું નથી કે મેં મધ્યસ્થી કરી છે. મેં હમણાં જ ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ કરવામાં મદદ કરી.
બિલાવલ ભુટ્ટોના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનને ડર છે કે યુદ્ધવિરામનો ભંગ થઈ શકે છે. બીજું - પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરનો ભય છે. અને ભારતની આગામી કાર્યવાહીનો ડર અને પાકિસ્તાનનો પરમાણુ યુદ્ધ તરફનો સંકેત. બિલાવલ ભુટ્ટોએ યુદ્ધવિરામ તોડવાનો સંકેત આપતાની સાથે જ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝે એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે ભારત સાથે વાતચીત શરૂ કરવાની વાત કરી.
ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુદ્ધવિરામ શાંતિની શરૂઆત નથી પરંતુ માત્ર એક વિરામ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે નિર્ણાયક પગલાં નહીં લે, ત્યાં સુધી શાંતિની આશાઓ માત્ર એક ભ્રમણા છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આતંકવાદીઓને વળતર આપ્યા પછી ફસાયેલા પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર ભાગ-૨નું કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે? શું આગામી નિશાના પર હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા ચહેરાઓ છે? શું ટાર્ગેટ-૯ ટ્રેલર હતું અને ટાર્ગેટ-૨૧ એ સંપૂર્ણ ચિત્ર છે. તેવા પ્રશ્નો ઉભા જ રહ્યા હોવાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે.
પાકિસ્તાનના હ્ય્દયમાં યુદ્ધવિરામ ભંગ થવાનો ભય કેમ છે. એક વાત ખૂબ જ નોંધપાત્ર છે, તે એ છે કે ભારત તરફથી વારંવાર કહેવામાં આવી રહૃાું છે કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. પીએમ મોદીએ પણ આ કહૃાું હતું, અને હવે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ આ કહૃાું છે. વધુમાં, રાજનાથ સિંહે ગઇકાલે તો એમ પણ કહૃાું હતું કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરથી થયેલી તબાહી માત્ર એક ટ્રેલર છે, સંપૂર્ણ પીકચર આવવાનું બાકી છે અને ભારત વિશ્વને સંપૂર્ણ પીકચર બતાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial