Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાજ્ય કક્ષાની કરાઓકે સીંગીંગ સ્પર્ધાનું રવિવારના આયોજન

એલ.બી. ગોસાઈની સ્મૃતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર શહેર એટલે છોટી કાશી અને આપણી આ હાલારની ધરતીએ ઘણા કલાકારો આપ્યા છે, જેમણે દેશ અને વિદેશમાં જામનગર શહેર નું નામ રોશન કર્યું છે, એવા જ એક એલ.વી.ગોસાઈ નગરના પ્રતિષ્ઠિત સંગીત ગુરૂ હતા, અને એમની સ્મૃતિમાં સંગીત રત્ન એવોર્ડ આપી કલાકારોને સન્માનિત કરવામાં આવે છે, એમ.કે. ઇવેન્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી  આ અવસરે સંગીતના કાર્યક્રમો યોજવામાં આવે છે,  નગરમાં મહાનુભાવોની હાજરી અને એમના હસ્તે પાંચ - પાંચ કલાકારોના સન્માન કરવામાં આવે છે, અત્યાર સુધી ૬૦ જેટલા કલાકારોનું સન્માન કરવામાં આવ્યા છે.  આ વખતે આવતીકાલ તા.૧૮/૦૫/૨૦૨૫ રવિવારની રાત્રે સ્વ.ધીરુભાઈ અંબાણી ચેમ્બર હોલમાં ઓપન ગુજરાત કરાઓકે સિંગિંગ સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં  જામનગરના વાદ્ય કલાકાર રજનીભાઈ મકવાણા, ઉદયનભાઈ ભટ્ટ, કેતનભાઈ ધ્રુવ,રમેશભાઈ નારોલા અને મુકેશભાઈ સોલંકીનું એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh