Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા ૧૯ થી ૨૪-મે દરમ્યાન
જામનગર તા. ૧૭: આયુર્વેદ શિક્ષણ અને અનુસંસ્થાન જામનગરમાં સ્વાસ્થવૃત વિભાગ દ્વારા એક દશકથી ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આ વર્ષે ૧૦૦ દિવસ પૂર્વેથી જ આરંભવામાં આવી છે. જેમા યોગ સમાવેશ અંતર્ગત આ વર્ષે તા. ૧૯ થી ૨૪ મે દરમ્યાન "બાળ યોગ શિબિર"નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯ થી ૧૬ વર્ષના બાળકો સવારે ૯ થી ૧૦ દરમ્યાન ભાગ લઈ યોગભ્યાસ દ્વારા યોગાભિમુખ સહભાગી થઈ શકશે.
આ "બાળ યોગ શિબિર"માં ભાગ લેવા માટે સ્વસ્થવૃત વિભાગ, શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડીંગ, ડો. પી.એમ. મહેતા રોડ, આઈ.ટી.આર.એ. કેમ્પસમાં કચેરી સમય દરમ્યાન નામ નોંધણી કરાવવાની રહેશે. આ શિબિરમા સ્વસ્થવૃત વિભાગના વડા પ્રો. વૈદ્ય અર્પણ ભટ્ટ અને તેની તજજ્ઞ યોગ વિશેષજ્ઞોની ટીમ દ્વારા બાળકોને યોગ વિષે જરૂરી જ્ઞાન આપવામાં આવશે. આ શિબિરનો લાભ લેવા સંસ્થાના નિયામક ડો. તનુજા નેસરી દ્વારા બાળકોના વાલીઓને યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial