Advertisement
Author: નોબત સમાચાર

ઓડિશામાં આકાશી વીજળીથી ૧૦ના મૃત્યુ

ઘાયલો હોસ્પિટલમાં: સમગ્ર રાજ્યમાં ગભરાટ

                                                                                                                                                                                                      

ભુવનેશ્વર તા. ૧૭: ઓડિશાના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાથી ત્રણ સગીરો સહિત દસ લોકોના મૃત્યુ થયા છે, જયારે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઓડિશામાં ભારે વરસાદ સાથે નોર'વેસ્ટર (કાલબૈશાખી) વાવાઝોડું ત્રાટકતા સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું. વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટનાઓમાં ત્રણ સગીરો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના જીવ ગયા હતા. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હતા.

આ અચાનક કુદરતી આફતથી સમગ્ર રાજ્યમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. કોરાપુટ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં પરિદીગુડા ગામમાં એક ઝૂંપડી પર વીજળી પડતાં બ્રુડી માદિંગા (એક વૃદ્ધ મહિલા), તેની પૌત્રી કાસા માદિંગા અને અંબિકા કાસીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં મૃતક બ્રુડી માડિંગાના પતિ હિંગુ માડિંગાનો પણ સમાવેશ થાય છે, જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ જ જિલ્લાના સેમીલીગુડા બ્લોકમાં, દાસા જાની નામના ૩૨ વર્ષીય યુવકનું નદીમાં માછીમારી કરતી વખતે વીજળી પડતાં મૃત્યુ થયું. નબરંગપુર જિલ્લાના ઉમરકોટ બ્લોકના બેનોરા ગામમાં પણ વીજળી પડવાથી એક દુઃખદ ઘટના બની, જેમાં ચૈત્યરામ માઝી અને તેમના ભત્રીજા લલિતા માઝી ગંભીર રીતે ઘાયલ થયા. લલિતા માઝીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ચૈત્યરામ ઉમરકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાજપુર જિલ્લાના બુદુસાહી ગામમાં રમતા બે સગીરોના પણ વીજળી પડવાથી મોત થયા હતા. આ ઘટનાને કારણે ગામમાં શોકનું વાતાવરણ છે.

ગજપતિ જિલ્લાના ઉદયગીરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડવાથી દમયંતી મંડલ નામની એક મહિલાનું મોત થયું હતું અને ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે જ દિવસે, ગંજામ જિલ્લામાં બે અને ઢેંકાનાલના કામાખ્યાનગર વિસ્તારમાં પણ વીજળી પડવાથી એકના મોતની પુષ્ટિ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh