Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી જમીનને પોતાની બતાવી દીધી!
જામનગર તા. ૧૭: જામનગરના લાખાબાવળમાં આવેલી સરકારની ગૌચરની જમીન પોતાની બતાવી જામનગરના ત્રણ શખ્સે તે જમીનના પ્લોટ પાડી નાખતા ત્રણેય શખ્સ સામે જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા નામના અધિકારીએ જામનગરના હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા, દિનેશ ચરણદાસ પરમાર સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જામનગરની માઈશ્રી રમાબાઈ આંબેડકર સોશિયલ એન્ડ વેલફેર સોસાયટીના હોેદ્દાના દરજ્જે અગાઉ દિનેશ ચરણદાસે લાખાબાવળ ગામમાં આવેલી સર્વે નં.૩૨૩ની ૩-૧૦-૨૫ હેક્ટરવાળી જમીન રહેણાંક હેતુ માટે આપવા અરજી કરી હતી. તે અરજી સોસાયટીને આનુસાંગિક કારણથી જમીન ખરીદવા કરવા માંગતા ન હોવાથી જામનગર કલેક્ટરે દફતરે કરી હતી.
આમ છતાં દિનેશ ચરણદાસ અને હરેશ લક્ષ્મીદાસ સોનીએ લાખાબાવળના સર્વે નં.૩૨૬ વાળી જમીનમાં ૨-૩૬-૦૦ હેક્ટર જમીન કે જે સરકારની માલિકીની અને ગૌચરની છે તે જમીન પોતાની હોવાનું બતાવી તેના પ્લોટ પાડી નાખ્યા હતા.
વર્ષ ૨૦૨૧ના ઓકટો. મહિનાથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ અંગે વિગતો મળ્યા પછી શરૂ થયેલી તપાસના અંતે ગઈકાલે સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની દિનેશ પરમાર, હરેશ સોની, પ્રવીણ ખરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી લાલપુરના એએસપી પ્રતિભાના વડપણ હેઠળ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial