Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિબિરો, વકતૃત્વ સ્પર્ધાઓ, જૂથચર્ચા, વિવિધ માધ્યમો દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરાયો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપુર પ્રસાદની આગેવાની હેઠળ તથા જિલ્લા મેલેરીયા અધિકારી ડો. જે.આર. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી જામનગર જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવી હતી. જેમાં ગુરૂશિબિર, લઘુશિબિર, જૂથચર્ચા, વકતૃત્વ અને ગૃહ મુલાકાત દ્વારા લોકો સાથે સંવાદ કરવામાં આવેલ તેમજ બેનર, પોસ્ટર, પત્રિકા અને સોશિયલ મીડિયા જેવા જનજાગૃતિના માધ્યમો દ્વારા લોકોમાં ડેન્ગ્યુ રોગ વિશે જાણકારી આપી બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએથી મોટી ખાવડી ગામમાં વસઈ મેડિકલ ઓફિસર ડો. અજય વકાતર દ્વારા ડેન્ગ્યુ જનજાગૃતિ અર્થે સમાજવાડી ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા જેમાં જિલ્લા આઈઈસી અધિકારી નીરજ મોદી અને જિલ્લા સુપરવાઈઝર કે.બી. પરમાર દ્વારા લોકોને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલા અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈ પોરાનાશક કામગીરી, નકામા પાત્રોનો નિકાલ જેવી કામગીરી સાથે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial