Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રીજમાં ક્રેક હોવાથી વાહનોની અવર-જવર જોખમીઃ
જામનગર તા. ૧૭: માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગરના નિયંત્રણ હેઠળના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, કાલાવડ હસ્તકના બાલંભડી મોટા ભાડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો મેજર બ્રીજ (પુલ) આવેલ છે. આ બ્રીજમાં ૯ મીટરના કુલ ૯ (નવ) સ્પાન છે. બ્રીજના એબટમેન્ટ તેમજ પીયરમાં સ્કાઉરીંગ થયેલ જણાય છે. તેમજ આ બ્રીજમાં ક્રેક થયેલ હોવાથી હાલ આ બ્રીજના રીપેરીંગનું કામ ટેન્ડરીંગ પ્રક્રીયા હેઠળ છે. બ્રીજની હાલની સ્થિતિ જોતા આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર કરવી જોખમી છે. આથી આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર રોકવા અંગેનું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ બાલંભડી મોટા ભડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો ૯ સ્પાન ધરાવતો બ્રીજ તથા રસ્તો તમામ પ્રકારના ટ્રક,ડમ્પર, ટેન્કર જેવા માલ વાહક અને ભારે વાહનો માટે અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે. જેના વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ - શિશાંગ - રાજડા કોઠાભાડૂકીયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial