Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૮ મે, શુક્રવાર અને વૈશાખ વદ છઠ્ઠનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાવધાની  રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્ત્વની મુલાકાત  ફળદાયી સાબિત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી. સામાજિક-વ્યાવહારિક કામમાં  સંભાળવું પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૧

 

Gemini (મિથુન: ક-છ-ધ)

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત થતી જાય. આપને કામકાજમાં  સાનુકૂળતા થતી જાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં  સરળતા જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામ થઈ શકે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે કોર્ટ-કચેરીના કામમાં ધીરજથી કામ લેવું. આપની ઉતાવળના લીધે કામ બગડે નહીં  તેની તકેદારી રાખવી.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૩

 

Libra (તુલા: ર-ત)

આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાજકિય-સરકારી  કામ અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ઘરાકી  જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૧-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં ઉપરી, સહકાર્ય, નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના  કામ થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૯-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં હરિફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે.  કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહો.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૫



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh