Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરમાં ભાયાણી પરિવારના કુળદેવી મંદિરમાં હવન

મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ સ્થળેથી યજમાનો આવ્યા

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરમાં બિરાજતા ભાયાણી પરિવારના કુળદેવી માં રાંદલ ભવાની માતાજીના મંદિરે ગત તા. ૩-૫-૨૦૨૬ રવિવારે હવન યોજવામાં આવ્યો હતો. હવન યજ્ઞમાં મુંબઈ, નાસિક, પૂના, સુરત, બરોડા, જામનગર અને રાજકોટથી ભાયાણી પરિવારે હાજરી આપી, અને હવન યજ્ઞ સંપન્ન થયો હતો.

દ્વારકાના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર અને કર્મકાંડ શાસ્ત્રના જ્ઞાતા, બકુલભાઈ સાતાએ હવન યજ્ઞ વિધિ મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરી હતી. તથા ભાયાણી પરિવારને આશીર્વાદ આપ્યા હતા. આ શુભ પ્રસંગે મંદિરના સુશોભન તથા કાયમની જાળવણી માટે, સાત સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. સર્વશ્રી વિકીભાઈ ભરતભાઈ ભાયાણી, નિલેશ પરસોત્તમભાઈ ભાયાણી, રોહિત નિતીનભાઈ ભાયાણી, શ્યામ તુલસીદાસ ભાયાણી,મુકેશ કરશનદાસ ભાયાણી, નરશીભાઈ લક્ષ્મીદાસ ભાયાણી અને તુષાર જયેશભાઈ ભાયાણીનું રતિલાલ જેરાજભાઈ ભાયાણીના હસ્તે ઉપરણાથી બહુમાન કરવામાં આવ્યું હતું. જેને તમામ પરિવારે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

આ સમયે મંદિરમાં રાખવામાં આવેલા મઢને આ વખતે કલર, ઝુમ્મર તથા ચુંદડીનો શણગાર કરવામાં આવ્યો હતો. અને વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાના મઢમાં કુળદેવી માં રાંદલ ભવાનીની છબિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

મંદિરના શિખરે માં શબ્દના કટઆઉટને લાઈટ સાથે લગાવવામાં આવ્યું છે. શાસ્ત્રીજી બકુલભાઈ સાતાએ તમામ ભાયાણી પરિવારના સભ્યોને આશીર્વાદ આપ્યા હતાં. કાર્યક્રમના અંતે, લોહાણા મહાજન વાડીમાં મહાપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh