Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર લેવાયો કાબૂઃ
ખંભાળિયા તા. ૭: ખંભાળિયાના નવાપરા પાસે એક ઈમારતના ત્રીજા માળે ઓફિસમાં ગઈકાલે શોર્ટ સર્કીટથી આગ ભભૂકતા ફાયરબ્રિગેડની ટૂકડી દોડી ગઈ હતી. આગ તાત્કાલિક કાબૂમાં લઈ લેવાતા વધુ નુકસાન અટક્યું હતું તેમ છતાં ફર્નિચર, એસી સહિતનો સામાન સળગી ગયો હતો.
ખંભાળિયા શહેરમાં જૂના શારદા સિનેમા રોડ પર નવાપરા પાસે ફોનવાલે નામના શોરૂમવાળી ઈમારતમાં ત્રીજા માળે ગઈકાલે શોર્ટ સર્કીટથી આગ ભભૂકી ઉઠી હતી. ભરબજાર જેવા ગીચ વિસ્તારમાં આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.
આગ લાગ્યાની જાણ થતાં ખંભાળિયા નગર પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ બે વાહન સાથે ધસી ગઈ હતી. તાત્કાલિક પાણીનો મારો શરૂ કરવામાં આવતા આગ નજીકના મકાનોમાં પ્રસરતી અટકી હતી અને કાબૂમાં આવી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતાં ટોળા ઉમટી પડ્યા હતા. વાહન વ્યવહાર થંભી ગયો હતો. આગના કારણે ફર્નિચર તેમજ એસી સહિતની કિંમતી વસ્તુઓ સળગી જવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial