Advertisement
Author: નોબત સમાચાર

ભગવંતમાનના સહયોગીઓને ત્યાં ઈડીના દરોડાઃ નીતિન ગોહલના સ્થળો પર તપાસ

પ. બંગાળ પછી હવે પંજાબનો વારો ?

                                                                                                                                                                                                      

ચંદીગઢ તા. ૭: પંજાબના    મુખ્યમંત્રી ભગવંત માનના નજીકના સહયોગીઓને ત્યાં ઈડી ત્રાટકતા તરેહ તરેહની અટકળો થઈ રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) ના નજીકના સહયોગીઓ પર ગાળિયો કસિયો છે. પંજાબના એસએએસ નગર અને ચંદીગઢ સ્થિત ત્રણ સ્થળો ઉપરાંત કુલ ૧ર જગ્યએ મની લોન્ડરીંગ નિવારણ અધિનિયમ હેઠળ ઓપરેશન હાથ ધર્યું હતું.

ખરડ સ્થિત એક રહેણાંક સોસાયટી વેસ્ટર્ન ટાવર્સમાં દરોડા દરમિયાન ઈ.ડી. એ બે બેગ જપ્ત કરી હતી, જેમાં કથિત રીતે આશરે ર૦ લાખ રૂપિયા રોકડા હતાં. આ બેગ ઈમારતના નવમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે ઈ.ડી.એ સનટેક સિટી પ્રોજેક્ટના સંદર્ભમાં મોહાલી અને ચંદીગઢમાં ૧ર સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં કથિત રીતે અજય સહગલ, એબીએસ ટાઉનશીપ્સ પ્રાઈવેટ લિમિટેડ, એટલાસ બિલ્ડર્સ, ધીર કન્સ્ટ્રક્શન અને તેમના સહયોગીઓ સામેલ છે. તેમના પર જીએમએડીએ પાસેથી સીએલયુ લાયસન્સ મેળવવમાં મોટા પાયે છેતરપિંડી કરવાનો અને જનતાને છેતરીને સેંકડો કરોડ રૂપિયા ઠગવાનો આરોપ છે.

આ તપાસ દરમિયાન ઈડીના અધિકારીઓએ ખરડ પાસે છજ્જુ માજરા સ્થિત વેસ્ટર્ન ટાવર્સના ફ્લેટ નંબર ૯૦૬ મા ગઈ હતી. તરત જ રોકડથી ભરેલી તે બેગને પોતાના કબજામાં લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, 'ફ્લેટમાં હાજર લોકોએ તાત્કાલિક રોકડથી ભરેલી બે બેગ નીચે જમીન પર ફેંકી દીધી હતી. ઈડીના અધિકારીઓએ તરત જ તે બેગને પોતાના કબજામાં લીધી અને સ્થળ પર વિખરાયેલા નોટોના બંડલો એકઠા કરી લીધા હતાં.'

હાલ ઈડી નીતિન ગોહલના અનેક સ્થળો પર પણ તપાસ કરી રહી છે, કારણ કે તેમના પર કથિત આરોપ છે કે તેઓ એવા બિલ્ડરોને મદદ કરી રહ્યા છે જેમણે જીએમએડીએની ફી ચૂકવી નથી અને તેઓ તેમના માટે રાજકીય સંરક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી રાજબીર ધુમનના નજીકના સહયોગી છે. નીતિન ગોહલ પર પંજાબ સીએમઓ વતી એક સંપર્ક અધિકારી તરીકે કામ કરવાની પણ શંકા છે.

બીજી તરફ આ દરોડાઓ પડતા તરેહ તેરહની અટકળો વચ્ચે વિપક્ષી વર્તુળો એવો કટાક્ષ કરી રહ્યા છે કે બંગાળ પછી હવે પંજાબનો વારો છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh