Advertisement
Author: નોબત સમાચાર

વર્ષ ર૦ર૬ ના અંત સુધીમાં દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર થશેઃ મંત્રી નીતિન ગડકરી

ફક્ત મુસાફરી કરેલા અંતરના આધારે ટોલ લેવાશેઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ર૦ર૬ ના અંત સુધીમાં દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરી શકાય છે. તેને એક નવી સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે જેમાં વાહનો રોકાયા વિના મુસાફરી કરી શકશે અને ફક્ત મુસાફરી કરેલા અંતરના આધારે ટોલ ચૂકવવો પડશે.

ટાઈસ ગ્રુપના 'ટાઈમ્સ ડ્રાઈવ ઓટો સમિટ એન્ડ એવોર્ડસ ર૦ર૬'માં મુખ્ય મહેમાન ગડકરીએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજી પર આધારિત હશે. આ હેઠળ વાહનોને ટોલ બુથ પર રોકાવાની જરૂર રહેશે નહીં. આ સિસ્ટમ ૮પ ટોલ પોઈન્ટ પર લાગુ કરવામાં આવી છે અને વર્ષના અંત સુધીમાં દેશભરમાં લાગુ કરવાની યોજના છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજી પર આધારિત હશે. ગડકરીએ દાવો કર્યો હતો કે નવી સિસ્ટમ મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. રૂ।. ૧રપ-૧પ૦ ના વર્તમાન ટોલને લગભગ રૂ।. ૧પ સુધી ઘટાડી શકાય છે. તેમણે રૂ।. ૩,૦૦૦ પાસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ર૦૦ ટોલ ક્રોસિંગ પર મુસાફરીને સક્ષમ બનાવી શકે છે. તેમણે કહ્યું કે દિલ્હી-જયપુર, દિલ્હી-દહેરાદૂન, અમૃતસર, કટરા અને શ્રીનગર સહિત અનેક હાઈવે કોરિડોર પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. દિલ્હી-ચેન્નાઈ અને ચેન્નાઈ-બેંગલુરૂ એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સની પ્રગતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh