Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષની ગેરંટી ત્રણ મહિના યે ન ચાલી!
ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા તેના નબળા કામો અને ભ્રષ્ટાચારના આક્ષેપો તથા ખાયકી, અતિ નબળા કામો એક જ સ્થળે વારંવાર રોડ બનાવવાના કાર્યો માટે જાણીતું છે, ત્યારે માત્ર ત્રણ મહિના પહેલા જ બનેલ રૂ।. ૮૦ લાખના ખર્ચનો નગરગેઈટથી ચાર રસ્તા રોડ પર ઠેર ઠેર ખાડા-તિરાડો પડતા ભ્રષ્ટાચારની ગંધ ઊડી છે.
ત્રણ વર્ષની ગેરેંટી પિરિયડ સાથે થતાં રસ્તામાં નબળું કામ થયું હોય તેમ અનેક સ્થળે સી.સી. રોડ ઉખડી જવા તથા મોટા પ્રમાણમાં તિરાડો પડી હોય, નબળા કામ અંગે તાકીદે પગલાં લેવાની પણ માગ ઊઠી છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ જ રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના અગ્રણી તથા ખંભાળિયાના વતની પરિમલ નથવાણીએ પણ પૂર્વ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાને પણ પત્ર લખીને ખંભાળિયામાં રસ્તાના કામો ગુણવત્તાવાળા ના થતાં હોવાની ફરિયાદો પણ કરી હતી.
જો કે, હરિફાઈમાં નીચા ભાવે કામોના ટેન્ડરો મેળવી પછી નફો મેળવવા નબળી ગુણવત્તાના કામો થતા હોય અનેક રસ્તાઓ ગેરેન્ટી પિરિયડ પહેલા તૂટી જતા બનાવવા પડ્યાના દાખલા છે, ત્યારે હવે ખંભાળિયા ન.પા. એ ગ્રેડની થઈ છે તથા તાજેતરમાં એક જ કોન્ટ્રાક્ટરને બાર કરોડના બાંધકામના કામો અપાયા છે ત્યારે અગાઉથી સાવચેતી સાથે કડક ચેકીંગ જરૂરી છે જેથી લોકોના પૈસા, સરકારની ગ્રાન્ટ ના બગડે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial