Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનનો રોડ-શોઃ કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ, પૂર્વ સી.એમ. નીતિકુમાર ઉપસ્થિત
૫ટણા તા. ૭: બિહારમાં સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને મંત્રી મંડળમાં૩ર સભ્યોને સમાવાયા છે. નવા મંત્રીઓમાં નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનો પણ સમાવેશ કરાયો છે. ગાંધી મેદાનમાં શપથવિધી સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ અધ્યક્ષ તથા દિગ્ગજો હાજર રહ્યા હતાં.
ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં કુલ ૩૨ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.
શાસક ગઠબંધનમાં સંતુલન જાળવવા માટે ભાજપ અને જેડીયુ વચ્ચે બરાબરની ભાગીદારી રાખવામાં આવી છે. શપથ લેનારા ૩૨ મંત્રીઓમાં: બીજેપીના ૧૬ મંત્રીઓ (મુખ્યમંત્રી સહિત) જેડીયુના ૧૬ મંત્રીઓ ઉપરાંત એચએએમ (સંતોષ સુમન) અને એલજેપી (આર) ના ક્વોટામાંથી પણ ધારાસભ્યોને સ્થાન મળ્યું છે.
આ શપથ ગ્રહણ સમારોહનું સૌથી મોટું આકર્ષણ પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહૃાા હતા. નિશાંત કુમારે જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ પહેલા તેમણે મંચ પર પોતાના પિતા નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. નિશાંતની સાથે વિજય સિંહા, શ્રવણ કુમાર, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલ જેવા દિગ્ગજોએ પણ શપથ ગ્રહણ કર્યા છે.
બીજેપી ક્વોટામાંથી રામ કૃપાલ યાદવ, કેદાર ગુપ્તા, નીતીશ મિશ્રા, વિજય કુમાર સિંહા, પ્રમોદ ચંદ્રવંશી, સંજય ટાઈગર અને કુમાર શૈલેન્દ્ર વગેરે. તથા જેડીયુ ક્વોટામાંથી નિશાંત કુમાર, મદન સાહની, લેસી સિંહ, શ્વેતા ગુપ્તા (નવો ચહેરો), અશોક ચૌધરી અને રત્નેશ સદા વગેરેનો સમાવેશ કરાયો છે.
નવી કેબિનેટમાં ભાજપમાંથી ૧૫, જેડીયુમાંથી ૧૩, એલજેપી (આર)માંથી ૨, એચએએમ અને આરએલએમમાંથી એક-એક મંત્રી છે. એક સાથે ૫-૫ ધારાસભ્યોએ શપથ લીધા છે. જે પૈકી નિશાંત કુમાર, શ્રવણ કુમાર, વિજય સિંહા, લેસીસિંહ અને દિલીપ જયસ્વાલે શપથ લીધા. નિશાંત કુમાર પ્રથમ વખત મંત્રી બન્યા છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પટણા એરપોર્ટથી ગાંધી મેદાન સુધી રોડ શો થયો હતો. મંચ પર રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશકુમાર હાજર રહ્યા હતાં.
આજે બિહારમાં સમ્રાટ મંત્રીમંડળના વિસ્તરણ પછી નવમી મેના પ.બંગાળમાં થનારી નવી સરકારની શપથવિધિની તૈયારીઓ વચ્ચે તમિલનાડુમાં પણ સરકારનુ ગઠન થઈ જાય તો આગામી દિવસોમાં શપથવિધિઓ થતી રહેવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial