Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો. ૧૦ બોર્ડ પરીક્ષાનું ૮૯ ટકા ઝળહળતું પરિણામ

શાળામાં અભ્યાસ કરતી આશિયાના નોડે પ્રથમ ક્રમેઃ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૭: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધો ૧૦ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર ૭૦ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૬૨ વિદ્યાર્થિનીઓ ઊત્તીર્ણ થતા શાળાનું ૮૯% પરિણામ આવ્યું છે.

શાળામાં અભ્યાસ કરતી આશિયાના હુસેનભાઈ નોડે ૪૯૯ ગુણ મેળવી ૮૭.૬૫ પર્સન્ટાઈલ સાથે પ્રથમ, સાનિયા સરીફભાઈ સફિયા ૪૬૭ ગુણ મેળવી ૮૦.૩૯ પર્સન્ટાઈલ સાથે દ્વિતિય અને તાહિરાબાનુ સુલેમાનભાઈ લોઢળા ૪૩૭ ગુણ મેળવી ૭૨.૫૩ પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે.

શાળાના ઝળહળતા પરિણામોમાં એ-૨ ગ્રેડમાં ૧ વિદ્યાર્થિની, બી-૧ ગ્રેડમાં ૩ વિદ્યાર્થિનીઓ અને બી-૨ ગ્રેડમાં ૨૧ વિદ્યાર્થિનીઓ, સી-૧ ગ્રેડમાં ૨૨ અને સી-૨  ગ્રેડમાં ૧૪ વિદ્યાર્થિનીઓ ઊત્તીર્ણ થયેલ છે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સુખપરિયા, સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા અને પુનિતભાઈ શેઠે શાળાના આચાર્યા શ્રી ક્રિષ્નાબા ચુડાસમા,  શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર ટ્રસ્ટીગણે ઊત્તીર્ણ થયેલ વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh