Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના આસામીને ઉઘરાણીના મામલે કિડનેપ કરનાર આરોપીના જામીન મંજૂર

પરિવાર સાથે કિડનેપ કરાયાની કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: રાજકોટમાં વસવાટ કરતા અને એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા આસામીએ પરિવાર સાથે કિડનેપ કરી લેવાયાની અને રૂ।.ર૭ લાખની માગણી કરી રૂ।.૯ લાખ મેળવી લેવાયાની ફરિયાદ કરતા આરોપીઓના કબજામાંથી પોલીસે આ ફરિયાદીને છોડાવી આરોપીઓને જેલહવાલે કર્યા હતા. આ આરોપીમાંથી ચાર આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.

રાજકોટમાં રહેતા નિલેશ તન્ના નામના આસામીને જામનગરના ચિરાગ સુરેશભાઈ આહિરે તેમના મિત્ર જયદીપસિંહના પૈસા ફેરવવા માટે એકાઉન્ટ એરેન્જ કરી આપવાનંુ કહેતા બંને વચ્ચે થયેલી વાતચીત પછી નિમેશના મિત્રના એકાઉન્ટમાં રૂ।.ર૭ લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તે રકમમાંથી કમીશન કાપી બાકીની રકમ પરત માંગતા નિમેશ તન્ના રાજકોટથી બહાર ચાલ્યા ગયા હતા.

ત્યારપછી ચિરાગ આહિર, જયદીપસિંહ જાડેજા, એજાઝ સાયચા, અક્ષય ચાવડા નામના વ્યક્તિઓ નિમેશને શોધવા નીકળ્યા ત્યારે આ વ્યક્તિ અમદાવાદથી પ્લેનમાં મુંબઈ જવાની તૈયારી સાથે નીકળ્યા હોવાનું જણાઈ આવતા તેઓને ચોટીલા પાસે પકડી લેવાયા હતા. તે પછી નિમેશભાઈએ પોતાના ડ્રાઈવર તેમજ પત્ની તથા લખન ઘેડીયા સાથે અપહરણ કરી જામનગર લાવવામાં આવ્યાની અને એક રૂમમાં ગોંધી માર મારી રૂ।.૯ લાખ વસૂલ કરી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીના પતિ, બાળકો તથા લખનને જવા દીધાનું અને ફરિયાદીને કિડનેપ કરી રાખ્યાનું પણ જણાવાયું હતું.

આ ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે રિમાન્ડની અરજી નામંજૂર કરી આરોપીઓને જેલહવાલે કર્યા હતા. તેમાંથી જયદીપસિંહ, એજાઝ, ચિરાગ આહિર, અક્ષય ચાવડાએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી ખુદ સ્વીકારે છે કે તેઓ આરોપીના રૂ।.ર૭ લાખ પરત આપતા ન હતા, ચોટીલાથી જામનગર સુધી કિડનેપ કરીને લાવ્યા હોય તે વાત માન્ય રાખી શકાય તેમ નથી, પૈસા પરત આપવા ન પડે તેથી આ ફરિયાદ કરવામાં આવી છે. ઉપરોક્ત દલીલો કરવામાં આવતા અદાલતે ચારેય આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યાે છે. આરોપીઓ તરફે રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh