Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગી
દ્વારકા તા. ૭: વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગીએ ર૦૧૭થી દંડવત યાત્રા શરૂ કરી દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતાં તેમણે દ્વારકા ધીર્થધામની દંડયાત્રા પણ કરવાના છે.
અયોધ્યાના વૈષ્ણવ રામનંદાચાર્ય સંપ્રદાયના સંત સતનારાયણદાસ ત્યાગીએ વિશ્વ કલ્યાણ માટે વર્ષ ર૦૧૭ થી દેશભરના વિવિધ ધાર્મિક સ્થાનોની દંડવત યાત્રા શરૂ કરી હતી. અયોધ્યાના બલીરામ છાવની (છોટી છાવની) ના સંતે કાશી, મથુરા, વૃંદાવન, પ્રયાગરાજ, ચિત્રકૂટ, મૈયર, ડાકોરની યાત્રા સંપન્ન કર્યા પછી દંડવત યાત્રા કરી દ્વારકાધીશના શરણે પધાર્યા હતાં.
ભગવાન દ્વારકાધીશ અને માતા રૂકિમણીજીને તેઓ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ હેતુ પ્રાર્થના કરી હતી. તેમની આ હજારો કિલોમીટરની કઠીન દંડવત યાત્રામાં તેઓને ઠેર ઠેર સ્થાનીય ભાવિકો દ્વારા ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.
દ્વારકાધીશના દર્શન પછી તેઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ સહિત દેશના પાંચ જ્યોતિર્લિંગની પણ દંડવત યાત્રા કરનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial