Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી વિભાગમાં નિમણૂકથી કામગીરીને વેગ મળશેઃ
જામનગર તા. ૭: જામનગર જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે શ્રીમતી સોનલબેન જોષીપુરાએ વિધિવત્ રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકારના માહિતી વિભાગમાં લાંબા સમયનો અનુભવ ધરાવતા સોનલબેન જોષીપુરાની આ નિમણૂકથી જામનગર જિલ્લાની માહિતી કચેરીની કામગીરીને નવો વેગ મળશે.
સોનલબેન જોષીપુરા અગાઉ રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જામનગર માહિતી કચેરીના સ્ટાફ દ્વારા નાયબ માહિતી નિયામકનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુદૃઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial