Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વધુ ત્રણ હોટલ-રેસ્ટોરન્ટ સીલ

ફાયર સેફટી અંગે જામ્યુકોનું કડક ચેકીંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં એક રિસોર્ટમાં આગની ઘટના પછી સફાળા જાગેલા મહાનગરપાલિકાના તંત્રએ ફાયર એનઓસી અંગે ચેકીંગ શરૂ કર્યું છે, જેમાં ગઈકાલે વધુ ત્રણ રેસ્ટોરન્ટને સીલ કર્યા હતાં.

જામનગરમાં ધોરીવાવ માર્ગે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં થોડા દિવસ પહેલા આગની ઘટના બની હતી. આ પછી મહાનગરપાલિકાનું ફાયરબ્રિગેડ તંત્ર સતર્ક બન્યું હતું અને શહેરના ભાગોળે આવેલા હોટલ, રેસ્ટોરન્ટ, ધાબામાં ફાયર એનઓસી અને બીયુ અંગે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને બે દિવસ પહેલા છ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા વગેરેને સીલ કરવામાં આવ્યા હતાં.

આ પછી ગઈકાલે પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને કેટલાક હોટલ, રેસ્ટોરન્ટને નોટીસો આપી હતી, જ્યારે ત્રણ હોટલો, રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh