Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૯ મે ના શનિવારે
દ્વારકા તા. ૭: યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ દેવોના તૃતીય વાર્ષિક પાટોત્સવ તા. ૯-૫-૨૬ના ઉજવવામાં આવશે.
સંસ્થાના પ્રેરક તથા સંસ્થાપક ગોવિંદપ્રસાદ દાસજી સ્વામિના માર્ગદર્શનમાં આયોજિત તૃતીય વાર્ષિક પાટોત્સવમાં દેશભરના સાધુ સંતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતગણની ઉપસ્થિતિમાં યોજાશે. અ.નિ. યશરાજસિંહ રવિન્દ્રસિંહ ઝાલાના સ્મરણાર્થે યોજાનાર મહોત્સવમાં તા. ૮-૫-૨૬ના સાંજે ૫ કલાકે જળયાત્રા, તા. ૯-૫-૨૬ના સવારે ૬ કલાકે પાટોત્સવ યોજાશે. શનિવારે પ્રાસંગિક સભા સવારે ૯ કલાકે, અન્નકૂટ દર્શન સવારે ૧૦ કલાકે તેમજ યજ્ઞાચાર્ય શા. હરેન્દ્રભાઈ રમેશભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં સવારે ૧૦ કલાકે યજ્ઞનું આયોજન કરાયું છે.
મહોત્સ્વની સાથે સાથે તા. ૯-૫-૨૬ના સવારે ૯ થી ૧૨ મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. પાટોત્સવ દર્શન તેમજ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા સર્વે હરિભક્તોને શા.સ્વા. કૃષ્ણપ્રકાશદાસજી, શા.સ્વા. જયેન્દ્રપ્રકાશદાસજી તથા પાર્ષદ દીપુભગત તથા ગાંધીનગરના યજમાન પ.ભ. રવિન્દ્રસિંહજી વનરાજસિંહ ઝાલા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સંસ્થાના સ્થાપક સ્વામિ ગોવિંદ પ્રસાદજીએ તેમનું સંપૂર્ણ જીવન દ્વારકાના ગોમતી રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા આવનારા હરિભક્તોની સેવામાં વ્યતિત કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial