Advertisement
Author: નોબત સમાચાર

હર્ષદ પાસે દરિયાકાંઠેથી બિનવારસુ મળી આવ્યું રૂ।.સવા બે કરોડનું ચરસ

ચાર પેકેટમાં રહેલા સાડા ચારેક કિલો ચરસનો જથ્થો કબજેઃ બિનવારસુ છોડી દેનાર શખ્સના સગડ દબાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: કલ્યાણપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે હર્ષદ નજીક દરિયાકાંઠેથી ચાર પેકેટમાં રહેલો સાડા ચાર કિલો વજનથી વધુનો ચરસનો જથ્થો બિનવારસુ મળી આવ્યો છે. અંદાજે રૂ।.સવા બે કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી પોલીસે આ જથ્થાને પકડાઈ જવાના ડરથી કે અન્ય કોઈ કારણથી ત્યાં છોડી જનાર શખ્સોના સગડ દબાવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા ફૂટ પેટ્રોલીંગમાં પોલીસને બુધવારે રાત્રે હર્ષદ ગામની સીમમાં એક મંદિર નજીક દરિયાકાંઠા પાસેથી પ્લાસ્ટિકના બે પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા.

આ પેકેટને ચકાસવામાં આવતા તેમાંથી ૪.૫૪૮ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે રૂ।.૨ કરોડ ર૭ લાખના ડ્રગ્સા આ જથ્થાને પોલીસે કબજે કરી લઈ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જેના પગલે કલ્યાણપુરના પીઆઈ આર.એન. હાથલીયા તેમજ એસઓજી ટીમ ધસી ગઈ હતી.

તે સ્થળથી આગળ જતા પોલીસને વધુ બે પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા. તેના પર ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં લખાણ લખેલુ હતું. તે પેકેટમાંથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો છે. આમ કુલ રૂ।.૨,૨૭,૪૦,૦૦૦ની કિંમતના ડ્રગ્સના જથ્થાને કબજે કરી લઈ પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યાે છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ કોઈ શખ્સોએ પોતાના અંગત ફાયદા માટે ઉપરોક્ત માદક દ્રવ્યની હેરાફેરી કરી પછીથી પોલીસમાં પકડાઈ જવાના ડરથી તેને બિનવારસુ છોડી દીધાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ બાબતની કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે. અગાઉ આ રીતે બિનવારસુ છોડી દેવાયેલો ડ્રગ્સનો જથ્થો પોલીસને પ્રાપ્ત થયો હતો. તે પછી વધુ એક વખત ડ્રગ્સ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh