Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મોદી સ્કૂલનું એચ.એસ.સી.માં ઉત્કૃષ્ટ પરિણામઃ ગુજકેટમાં અવ્વલ સ્થાન

સામાય પ્રવાહમાં ૩૭, વિજ્ઞાન પ્રવાહમાં ૧૨ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ધો.૧૨ સાયન્સ તથા કોમર્સમાં ઉચ્ચ પરિણામો સાથે જેઇઈ (મેઇન્સ + એડવાન્સ), નિટ, ગુજકેટ જેવી પરીક્ષાઓમાં બોર્ડની સાથે સાથે મોદી સ્કૂલ- જામનગરે પણ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરીને  જામનગર ના શૈક્ષણિક જગતમાં એક અલગજ સ્થાન મેળવ્યું છે. મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ટોચનું પરિણામ મેળવ્યુ છે.

ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ,૨૦૨૬માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બોર્ડ ટોપ  ૧૦ માં મોદી સ્કૂલના ૯ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં ૯૯.૯૯ ૫ીઆર સાથે પટેલ મિહિર અને વાઘેલા રિશીતએ બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે તેમજ ૯૯.૯૮ પીઆર સાથે રામાણી મિશ્વા અને ભોલા દેવાંશ એ બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગુજકેટમાં સબજેકટ બોર્ડ ફર્સ્ટ ૪૦ માંથી ૪૦ માર્કસ પ્રાપ્ત કરતા કુલ ૨૨ વિદ્યાર્થીઓ છે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૭ પીઆર સાથે અર્પિતાબા ચુડાસમાએ બોર્ડમાં તૃતીય સ્થાન મેળવેલ છે. તે જ રીતે ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવી ૩૯ વિદ્યાર્થીઓ સબ્જેક્ટ ફર્સ્ટ રહૃાા છે. તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ ૨૯ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવેલ છે જેમાંથી ૧૨ વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના છે. સાયન્સ મેરીટમાં ૯૦% ઉપર ૩૨ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ ૨૩૪ વિદ્યાર્થીઓએ છ-૧ ગ્રેડ મેળવેલ છે જેમાંથી ૩૭ વિદ્યાર્થીઓ એકમાત્ર મોદી સ્કૂલ-જામનગરના છે.

જેઇઈ મેઇન્સ-૨૦૨૬નાં જાહેર થયેલ પરિણામોમાં મોદી સ્કૂલના વિદ્યાર્થી આયુષ અજુડિયા એ ૯૯.૯૩ પીઆર તેમજ અક્ષતસિંહ ચંડેલ ૯૯.૯૨ પીઆર પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ૧૬ વિદ્યાર્થીઓએ ૯૯+ પીઆર પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

મોદી સ્કૂલના સ્થાપક ડો. આર. પી. મોદી સર અને પારસ મોદી સર પોતે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડમાં માનતા નથી તેમજ શોર્ટકટમાં પણ માનતા નથી. તેઓ સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વરૂપે આ સ્કૂલનાં તમામ શિક્ષકો અને પ્રિન્સીપાલશ્રીઓ પણ આ જ પથ પર ચાલે છે એટલે જ આ સ્કૂલ સમગ્ર ગુજરાતની સ્કૂલોને નમુનારૂપ શિક્ષણ પૂરું પાડી રહી છે. મોદીસરની વિચારધારા મુજબ આ સ્કૂલમાં ધો. ૧૧, ૧૨ ના બધા વિષયો, ચેપ્ટર્સ અને બધા જ ટોપીક તલસ્પર્શી રીતે અભ્યાસ કરાવાય છે. એક પણ ચેપ્ટર કે ટોપીકને છોડવામાં આવતો નથી. જેથી વિદ્યાર્થીઓ ધો. ૧૨ પછીની બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તથા તમામ પ્રકારના કોર્ષોમાં ખૂબ જ સરળતાથી સફળતા મેળવે છે.

મોદી સ્કૂલના શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલના સં સ્થાપક ડો.આર.પી.મોદી, પારસ સર, હિત સર સહીતનાઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકીર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh