Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના ચુરમાંથી પાંચ પત્તાપ્રેમીની ધરપકડઃ
જામનગર તા. ૭: જામનગરના ગોકુલનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા એક મહિલા સહિત પાંચને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે જામજોધપુરના ચુર ગામમાંથી પાંચ પત્તાપ્રેમી પોલીસના સકંજામાં આવી ગયા હતા. જામજોધપુર શહેરમાંથી એક વર્લીબાજની પણ પોલીસે ધરપકડ કરી હતી.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી પ્રજાપતિ સોસાયટી પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા કલ્પનાબેન બાબુભાઈ ચુડાસમા, દિલીપભાઈ વસરામભાઈ પાથર, વજસીભાઈ અરજણભાઈ ગોજીયા, રમેશભાઈ પાલાભાઈ વસરા અને કિશોરભાઈ નાનજીભાઈ વારોતરીયા નામના પાંચ વ્યક્તિને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ।.૧૪૫૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કર્યા છે.
જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા કિરણભાઈ સામતભાઈ ડાંગર, ભૂપતભાઈ ટપુભાઈ ગોજીયા, કનાભાઈ જીવાભાઈ કરમુર, હેમતભાઈ પાલાભાઈ ગાગીયા, કાનાભાઈ પોલાભાઈ કરંગીયા નામના પાંચ શખ્સને જામજોધપુર પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પટમાંથી રૂ।.૫૫૭૦ રોકડા કબજે કરાયા છે.
જામજોધપુર શહેરમાં ચોરા પાસે વર્લીના આંકડા લખતા ધવલ અમૃતભાઈ સાપરીયા ઉર્ફે બાદશાહ નામના શખ્સને પોલીસે પકડી પાડી રોકડ, આંકડા લખેલો કાગળ, બોલપેન કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial