Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ થઈ શકે છે આગમન

જામનગરમાં ૧૦મી મેના દિવસે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭:         આગામી ૧૦મી મે ના દિવસે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ આગમન થવાની સંભાવના હોવાથી ત્રણેય મહાનુભાવોના રાત્રિ રોકાણને લઈ કડક બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે, અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જામનગર શહેરમાં આગામી દશમી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ શહેરની મુલાકાતે આવી રહૃાા હોવાનું જાણવા મળી રહૃાું છે.

મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ત્રણેય મહાનુભાવોનું જામનગરમાં રાત્રિ રોકાણ થવાનું હોવાથી સમગ્ર તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

માહિતી મુજબ વડાપ્રધાન એરપોર્ટથી એરફોર્સ સ્ટેશનના બેઝ પર ઉતરીને રાત્રિના અંદાજે દસ વાગ્યે જામનગરમાં આવી પહોંચશે. ત્યાંથી તેઓ લાલ બંગલા સર્કલ તરફ જશે, જ્યાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

આ કાર્યક્રમ દરમિયાન માર્ગ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંબંધિત માર્ગોને સમયસર બંધ રાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

લાલ બંગલા સર્કલ અથવા જિલ્લા પંચાયત સર્કલ વિસ્તારમાં નાગરિકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ રહી હોવાનું , જ્યાં વડાપ્રધાન લોકો વચ્ચે ટૂંકા મિલન કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવી પણ શક્યતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પણ હાજર રહે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર બી. એન. પંડ્યા અને તેઓની ટીમ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને સમગ્ર પોલીસ દળ, તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી અને મહાનગરપાલિકા સહિતના અધિકારીઓ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh