Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવાનગર સરકારી હાઈસ્કૂલનું બોર્ડની પરીક્ષાના પરિણામમાં વિજયી ડંકો

સરકારી સ્કૂલમાં પણ વિજ્ઞાનપ્રવાહમાં ઉચ્ચ પરિણામો મેળવી શકાય તેનું દૃષ્ટાંત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની રાજાશાહી વખતની નવાનગર સરકારી હાઈસ્કુલે બોર્ડની ધો. ૧ર (બન્ને પ્રવાહ) તેમજ ધો. ૧૦ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરી વિજયી ડંકો વગાડ્યો છે.

જેમાં ધોરણ (વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહ) નું પરિણામ ૯૪.૭૩ ટકા અને ધોરણ-૧૦ નું પરિણામ ૯ર ટકા આવ્યું છે.

શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામનો શ્રેય શાળાના આચાર્ય તથા શાળાના અનુભવી અને તજજ્ઞ શિક્ષકોની ટીમને જાય છે. વિદ્યાર્થીઓને સતત અપાતા માર્ગદર્શન, અભ્યાસક્રમના સતત પુનરાવર્તન માટે સમયાંતરે લેવાતી કસોટીઓ તથા વિદ્યાર્થીના અભ્યાસલક્ષી માર્ગદર્શન માટે વાલીને સંપર્કમાં રાખી કરવામાં આવતા પ્રયાસોને કારણે આવું ધમાકેદાર પરિણામ મળેલ છે. આવા સુંદર પરિણામ માટે શાળાના આચાર્ય એસ.જે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખૂબ જ સારી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી છે.

આ સાથે શાળાના આચાર્ય દ્વારા ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે વધુમાં જણાવવામાં આવે છે કે, ઘણાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્યારેક વિજ્ઞાન પ્રવાહ વધુ ખર્ચાળ છે તેમ સમજીને તેનાથી દૂર ભાગતા હોય છે, પરંતુ અહીં સરકારી શાળામાં અભ્યાસ કરીને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકાય છે અને સારૃં પરિણામ મેળવી શકાય છે. વધુમાં દરેક વિદ્યાર્થીઓને નમો સરસ્વતી યોજના અંતર્ગત રપ૦૦૦ રૂપિયાની સ્કોલરશીપનો પણ લાભ મળે છે.

ધોરણ ૯ અને ૧૦ માં ટેકનિકલ વિષયનો અભ્યાસક્રમ કરાવતી જામનગરની આ એકમાત્ર શાળા છે. જેમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ જુદી-જુદી મશીનરીઓનું પ્રેક્ટીકલ માર્ગદર્શન મેળવી શકે છે અને આગળ જતા આત્મનિર્ભર બની પોતાનો રોજગાર મેળવી શકે છે. શાળામાં ધોરણ ૯ થી ૧ર (સાયન્સ/કોમર્સ/આર્ટસ) ના પ્રવેશની પ્રક્રિયા ચાલુ હોય, પ્રવેશ માટે સવારે ૧૧ થી પ વાગ્યા દરમિયાન શાળાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh