Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા
જામનગર તા. ૭: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા ગઈકાલે પણ બપોરે બફારો અનુભવાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ગુરુવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારા કે ઘટાડા વગર ૭૭ ટકાએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ બપોરે બફાર અનુભવાયો હતો. અસહ્ય બફારાથી પ્રજાજનો અકળાઈ ઊઠ્યા હતાં. પંખા તથા એસીથી દૂર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી અને અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે એકંદરે ગરમીમાં ઘટાડો થયો હતો.
પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. પવનના કારણે રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. રાત્રે લોકો ટહેલવા માટે ઘરની બહાર નીકળી ગયા હતાં. ઠંડા-પીણા તેમજ ડીસગોલાની દુકાનો તથા લારીઓ પર વધુ ભીડ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial