Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શદ્ધિકરણ અને આશાતના નિવારણ અર્થે
જામનગર તા. ૬: પરમ તારક દેવાધિદેવ સોળમાં તીર્થાધિપતિ શ્રી શાંતિનાથ ભગવાનના જન્મકલ્યાણક નિમિત્તે તેમજ શુદ્ધિકરણ અને આશાતના નિવારણ અર્થે પ્રભુજીના ૧૮ અભિષેકનો કાર્યક્રમ જામનગરમાં બિરાજમાન તમામ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં તા. ૧૦-૫ના રવિવારે સવારે ૯ વાગ્યે મોટા શાંતિનાથજી જિનાલય, ચાંદી બજાર, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
મૂળ નાયક શ્રી શાંતિનાથજી અને શ્રેયાંસનાથજી પરમાત્માના ત્રણ-ત્રણ અભિષેક માટે ઉછામણી બોલવામાં આવશે. કુલ ૬ બોલી બોલવામાં આવશે. ફરતીમા-૩ તોરણીયા તથા ૪ ચૈમુખીજીના ૧૮ અભિષેકનો દરેકનો નકરો રૂ।. ૧૫૦૩ રાખવામાં આવ્યો છે. તેમજ અન્ય દેરી અને રંગમંડપમાં ગોખલામાં બિરાજમાન પરમાત્માના ૧૮ અભિષેકનો દેરી તથા ગોખલા દીઠ નકરો રૂ।. ૨૫૨ રાખવામાં આવ્યો છે. નકરા અંગેના નામ વહેલા તે પહેલાના ધોરણે શેઠ રાયશી વર્ધમાનની પેઢીમાં લખવામાં આવશે.
પૂજાના કપડામાં આવનાર ભાવિકોને ધાતુની પ્રતિમાને અભિષેક કરવાનો લાભ મળશે. અભિષેક દરમ્યાન સૂર્ય દર્શન, ચંદ્ર દર્શન અને અષ્ટ પ્રકારની પૂજા, આરતી, મંગલ દીપક તથા શાંતિકળશ આદિની બોલી બોલવામાં આવશે. રાકેશભાઈ ઝવેરી વિધિકાર અને મનમધુકર ભક્તિ મંડળ સંગીતકાર છે. સકલસંઘને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શેઠ રાયશી વર્ધમાનની પેઢી દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial