Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણપતિ પૂજન-નગરયાત્રા સહિતના કાર્યક્રમોઃ
જામનગર તા. ૭: કાલાવડ તાલુકાના બેડિયા ગામે રી રામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૭ ના ગુરુવારે રાત્રે ૯ વાગ્યે ધાન્યાધિવાસ અને પ્રતિષ્ઠા યજ્ઞ સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ, તા. ૮/પ ના ગણપતિ પૂજન સાથે મુખ્ય કાર્યક્રમની શરૂઆત થશે, જેમાં ભવ્ય નગરયાત્રા, મૂર્તિ સામૈયા, દેવ પૂજન, જલાધિવાસ, ગૃહશાંતિ યજ્ઞ, આરતી અને દાતાઓનું સન્માન, રાત્રે ૮-૩૦ વાગ્યે રાસ-ગરબા, તા. ૯ ના સ્થાપિત દેવપૂજન, પુષ્યાધિવાસ, સ્થાપન વિધિ, મૂર્તિન્યાસ, રાત્રે ૮-૩૦ વાગ્યે ફતેપર ગૌશાળા યુવક નાટક મંડળ દ્વારા જય ચિતોડ તથા હરિશ્ચંદ્ર તારામતી નાટકનું મંચન થશે. તા. ૧૦ ના દેવભૂજન, સ્થાપિત હોમ, મંદિર પ્રસાદ વાસ્તુ, નિજ મંદિરે દેવતાઓની સ્થાપના સાથે પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ, શિખબર અભિષેક અને મહાઆરતી સાથે મહોત્સવનું સમાપન થશે. આ મહોત્સવ દરમિયાન ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial