Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર, દ્વારકા પંથકમાં
જામનગર તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનાલૂસ-ઓખા વચ્ચે રેલવે દ્વારા ડબલીંગનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે. આથી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના અમુક ગામડામાં જમીન સંપાદન કરતા રેલવેના મુખ્ય પ્રોજેક્ટ મેનેજર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જમીનમાં હિત ધરાવનાર કોઈ વ્યક્તિ આ જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખથી ૩૦ દિવસમાં વાંધો જાહેર કરી શકશે.
આ તમામ વાંધા પ્રાંત અધિકારી-દેવભૂમિ દ્વારકા જિલ્લાને લેખિતમાં કરવામાં આવશે અને તેના કારણો જણાવવાના રહેશે. આ પછી સક્ષમ અધિકારી વાંધેદારને વ્યક્તિગત તેના અથવા તેના કાનૂની સલાહકારને સાંભળવાની તક આપવામાં આવશે અને આ પછી યોગ્ય નિર્ણય જાહેર કરશે.
જે જમીન સંપાદન કરવાની જાહેરાત કરાઈ છે તેમાં કલ્યાણપુરના મેઘપર ટીટોડીની ૧૩ ૩૯૯ ચો.મી., ગઢકાની ૧૭,૬૦ર ચો.મી., ભોપલકાની રપ,૯૧ર ચો.મી., ખાખરડાની ૧પ,૧ર૯ ચો.મી., કેનેડીની ૪૭૧પ ચો.મી., ભાટિયાની ૧પ,૦૦૩ ચો.મી., બામણસાની ૯૯પ૦ ચો.મી., ભાટવડિયાની પરર૩ ચો.મી., તેમજ દ્વારકા તાલુકામાં કુરંગાની ર૧પ૩ ચો.મી., ઓખામઢીની ર૪,૪૮૯ ચો.મી., નવી ધ્રેવાડની ૩૧,૮૬ર ચો.મી., ગોરીંજાની ૯૦૦૦ ચો.મી., વાચ્છુની ૩૧,૭૪ર ચો.મી. અને વરડિયાની ર૯,૯૭પ ચો.મી. જમીનનો સમાવેશ થાય છે.
આમ બે તાલુકાની મળી કુલ ર,૦૪,૪૧ર ચો.મી. જમીન સંપાદન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial