Advertisement
Author: નોબત સમાચાર

સાગર સુરક્ષા ક્વચ અભિયાન

દરિયાઈકાંઠાઓ પર સઘન ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: દરિયાઈકાંઠાઓ પર બે દિવસીય સાગર સુરક્ષા કવચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કોસ્ટગાર્ડ દ્વારા ચકાસણી કરાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા સહિતના દરિયાઈ કાંઠાઓ પર ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા બે દિવસીય સાગર ક્વચ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

તે અંતર્ગત દ્વારકા જિલ્લાના તમામ માછીમારો તથા બોટ માલિકોને સૂચનાઓ આપવામાં આવી છે. ફીશરીઝ ગાર્ડ અને મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરિયામાં જતી બોટ, તેના ખલાસીઓ અને બોટના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. બોટનું નામ, રજીસ્ટ્રેશન નંબર તથા રાષ્ટ્ર ધ્વજ દૂરથી દેખાય તે રીતે રાખવા સહિતની મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી રહી છે. કટોકટીના સમય માટે કોસ્ટગાર્ડના ટોલ ફ્રી નં.૧૦૯૩ અથવા કંટ્રોલ રૂમના નં.૦૨૮૯૨-૨૬૨૦૭૬ જાહેર કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh