Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હીટવેવ, વરસાદ, ભારે પવન, ચક્રવાતની સંભાવના
નવી દિલ્હી તા. ૭: ભારતમાં ૫ સાયકલોનિક સર્કયુલેશન સક્રિય હોવાથી ઉત્તરથી દક્ષિણ સુધી હીટવેવ તથા ભારે પવન સાથે વરસાદની વિવિધ ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગે દેશના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ વર્તમાનમાં ભારત પર એક સાથે ૫ 'સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય છે, જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખુશનુમા બનેલું છે, ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં ૯ મેથી ભીષણ લૂ (હીટવેવ)ની વાપસીની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ છે.
હવામાન વિભાગ (આઈએમડી) મુજબ ભારતમાં આ સમયે એક-બે નહીં પરંતુ ૫ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ પાંચેય ઘેરા અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહૃાા છે, જેનાથી હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
હવામાન વિભાગે અણસાર આપ્યા છે કે બિહારથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આગામી થોડા દિવસો સુધી હવામાન બદલાયેલું રહેશે. બિહારમાં ૬ મેથી શરૂ થયેલો વરસાદ અને ગાજવીજનો સિલસિલો ૧૦ મે સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ૭ મેના રોજ અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. ઉત્તરાખંડમાં ૬ થી ૮ મે સુધી વરસાદ અને તેજ પવનનો દોર રહેશે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં ૭ થી ૮ મે સુધી મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૯ મે સુધી ધોધમાર વરસાદનું અનુમાન છે. ૯ મેના રોજ ગાંગેય પશ્ચિમ બંગાળમાં ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 'થંડરસ્ક્વોલ' (ગાજવીજ સાથે વાવાઝોડું) આવવાનો ખતરો છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ૯ મેથી પશ્ચિમ રાજસ્થાનમાં ફરી એકવાર હીટવેવની સ્થિતિ સર્જાશે. તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. જોકે, બુધવારે (૭ મે) કોટા, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં હળવા ઝાપટાં પડી શકે છે, પરંતુ આ રાહત માત્ર ૮ મે સુધી જ ટકશે.
જે આગામી બે દિવસમાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના પહાડી વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક ગાજવીજ અને હળવો વરસાદ કરાવી શકે છે. જો કે પંજાબ અને હરિયાણાના મોટાભાગના મેદાની ભાગોમાં હવામાન એકદમ સાફ રહેશે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ વિકસિત થઈ શકે છે. સ્કાઈમેટ વેધર અનુસાર, શક્યતા છે કે ૧૦ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક ચક્રવાત બની શકે છે. જો કે, તેની પુષ્ટિ માટે હજુ ૪૮ થી ૭૨ કલાકનો સમય લાગશે. સામાન્ય રીતે આ પ્રકારના તોફાન આફ્રિકાના હોર્ન (સોમાલિયા તટ) તરફ આગળ વધે છે, જે આ વખતે પણ સંભવિત દિશા હોઈ શકે છે.
આગામી સાત દિવસ સુધી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો બીજી તરફ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ૭ અને ૮ મેના દક્ષિણ આંતરિક કર્ણાટકમાં મુશળધાર વરસાદનું એલર્ટ છે.
હવામાન વિભાગ અનુસાર, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. બિહારમાં ૧૦ મે સુધી વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. સિક્કિમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ છે. સાથે જ, ગાંગેય પશ્ચિમ બંગાળમાં ૯ મેના રોજ ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ૧૦ મે સુધી ધોધમાર વરસાદ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial